ચીનને મોંઘી પડી ભારત સાથે દુશ્મની, Xiaomiને પછાડી આ કંપની બની નંબર 1

PC: static.langimg.com

પહેલા કોરોના વાયરસ અને ત્યારબાદ ભારત અને ચીનની સરહદ પર ભારતીય સૈનિકો સાથે થયેલી બર્બરતા બાદથી જ ભારતીયોમાં ચીન અને ચાઈનીઝ પ્રોડક્ટ્સને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે તેની કિંમત ચીને ચુકવવી પડી રહી છે. જૂન મહિનાના મધ્યમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો, જેમાં ડઝનો સૈનિક શહીદ થયા હતા. ત્યારબાદથી શરૂ થયેલા #Boycottchinaની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ભારતીય સ્માર્ટફોન બજારમાં ચાઈનીઝ બ્રાન્ડની પકડ ઢીલી પડતી દેખાઈ રહી છે. Xiaomiને પછાડીને કોરિયન સ્માર્ટફોન મેકર Samsung હવે ભારતમાં નંબર વન બની ગયું છે. કાઉન્ટર પોઈન્ટના નવા રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોનના માર્કેટમાં લીડરનો તાજ Xiaomi પરથી હટીને Samsungને મળી ગયો છે. સ્માર્ટફોન માર્કેટમાં Samsung નંબર વન પર આવી ગયું છે.

જણાવી દઈએ કે, 2018 બાદથી Samsungનો માર્કેટ શેર હાલ સૌથી વધુ છે. માર્ચ મહિનાના અંતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ચીનને તેને માટે જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, જૂન મહિનામાં ભારતીય સૈન્ય અને ચીનના સૈન્ય વચ્ચે LAC પર થયેલી હિંસક ઝડપ બાદથી ચીન વિરુદ્ધ ભારતીયોમાં ગુસ્સો ભડકી ગયો અને સમગ્ર દેશમાં એન્ટી ચાઈના સેન્ટિમેન્ટ સતત મજબૂત બની રહ્યું છે. Samsung સહિત અન્ય બ્રાન્ડ જે ચાઈનીઝ નથી, તેમને તેનો ફાયદો મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, Samsungએ હવે ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં પણ ચાઈનીઝ બ્રાન્ડ Huaweiને પછાડી દીધી છે. ઓગસ્ટ 2020ના ડેટા અનુસાર, Samsungનો ગ્લોબલ માર્કેટ શેર 22 ટકા પર પહોંચી ગયો છે. એપ્રિલ 2020 સુધી Samsungનો માર્કેટ શેર 20 ટકા હતો. છેલ્લાં છ મહિનામાં આ બદલાવ આવ્યો છે. જો વાત Huaweiની કરીએ તો ઓગસ્ટ 2020માં તેનો માર્કેટ શેર ઘટીને 16 ટકા પર પહોંચી ગયો. એપ્રિલ 2020માં તેનો માર્કેટ શેર 21 ટકા હતો.

Appleએ મંગળવારે પોતાનો પહેલો 5G iPhone લોન્ચ કરી દીધો. ઈવેન્ટ પહેલા અમેરિકી શેર બજારમાં કંપનીના શેર 4% સુધી નીચે આવી ગયા હતા. તેનાથી કંપનીનું વેલ્યૂએશન 81 બિલિયન ડૉલર (5.94 લાખ કરોડ રૂપિયા) ઓછું થઈ ગયું. જોકે, બજાર બંધ થવા સુધીમાં શેરમાં થોડી રિકવરી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp