4170mAhની બેટરી સાથે આવશે Samsung Galaxy Note10 Pro!

PC: youtube.com

Samsung Galaxy Note ડિવાઈઝને લઈને છેલ્લાં ઘણા સમયથી સમાચાર સામે આવતા રહ્યા છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષના બીજા છ મહિનામાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે. હવે, એક નવા રિપોર્ટ અનુસાર, આ સીરિઝના બંને મોડલ નંબર્સ SM-N975 અને SM-N976 ક્રમશઃ Note 10 અને Note 10 Pro છે. આ અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, આ બંને મોડલ નંબર એક જ ડિવાઈઝના છે, જે 4G અને 5G સપોર્ટ સાથે આવશે.

રિપોર્ટ અનુસાર, Samsung Galaxy Note10માં 6.4 ઈંચની ડાયનેમિક AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. સાથે જ તેમાં 128GBની ઈન્ટરનલ સ્ટોરેજ અને 4170mAhની બેટરી આપવામાં આવી શકે છે. તેમજ, ફોનને મોટા વેરિયન્ટમાં 6.8 ઈંચની ડાયનામિક AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. તે પણ 4170 mAhની બેટરી સાથે આવશે. આ વેરિયન્ટ Samsung Galaxy Note10 Pro હોઈ શકે છે. તેમાં 256GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. તેમાં 1TB સુધીનું મેમરી વેરિયન્ટ આપવામાં આવી શકે છે.

રિપોર્ટ અનુસાર, Samsung Galaxy Note10 માટે 10 ઓગસ્ટે એક લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, Samsung Galaxy Note9ને ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, Samsung Galaxy Note10 Proમાં 45W ચાર્જર ક્ષમતાને બદલે તે 25W ચાર્જર ક્ષમતાની સાથે આવવાની સંભાવના છે. વર્ષ 2014થી કંપની પોતાના Galaxy ફોન્સને 15W અડેપ્ટિવ ચાર્જરની સાથે જ લોન્ચ કરતી રહી છે. Note10 Proના ફીચર્સની વાત કરીએ તો તે સ્નેપડ્રેગન 855 અથવા એક્સીનોસ 9825ની સાથે આવશે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરો અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ પહેલો Samsung ફ્લેગશિપ સ્માર્ટફોન હશે, જેમાં હેડફોન જેક આપવામાં નહીં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp