જરૂરિયાત અનુસાર આ ફોનની ડિસ્પ્લે નાની-મોટી કરી શકાશે

PC: hindustantimes.com

સાઉથ કોરિયા દેશની સ્માર્ટફોન બનાવતી કંપની સેમસંગે પોતાના નવા સ્માર્ટફોનમાં કેટલાક નોંધપાત્ર સુધારા વધારા કર્યા છે. હવે કંપનીએ એક્સપેન્ડેબલ ડિસપ્લે ધરાવતો એક સ્માર્ટ ફોન માર્કેટમાં મૂકવા માટે જઈ રહી છે. આ ફોનમાં જરૂરિયાત પ્રમાણે તેની ડિસપ્લેને નાની મોટી કરી શકાય છે. આ માટે બેકસાઈડમાં એક ફ્લેશ આપવામાં આવી છે. જેને જરુરિયાત અનુસાર સેટ કરી શકાશે. સેમસંગ કંપનીનો આ બીજો ફોલ્ડેબલ સ્માર્ટ ફોન છે. જેમાં પાંચ સેલ્ફિ કેમેરા આપવામાં આવ્યો છે. નવા સ્માર્ટ ફોનમાં Infinity-O ડિસપ્લે આપવામાં આવી શકે છે.

જ્યારે સેકન્ડરી ડિસપ્લે બાહરની તરફ એક હોઈ શકે છે. આ ઉપરાંત લેન્સવાળો એક પ્રાયમરી કેમેરો પણ આપવામાં આવ્યો છે. ગેલેક્સસી S11માં પ્રથમ વખતે એક લેન્સ કેમેરા આપવામાં ઓવ્યો હતો. S11+માં પેન્ટા કેમેરા સાથે 5 કેમેરાનું ફીચર આપવામાં આવ્યું છે. નવા લૉન્ચ થનારા ફોનમાં 108MP હશે એવા સમાચાર છે. નવા ફોન અંગે લીક થયેલા એક રિપોર્ટ અનુસાર Samsung Galaxy S11, Galaxy S11e અને Galaxy S11+ માં 48MP ટેલિફોટો લેન્સ પણ હોઈ શકે છે. આ રિપોર્ટ અનુસાર Samsung Galaxy S11ના સીરીઝ ફોનમાં અત્યાર સુધીનો સૌથી પાવરફુલ ટેલિફોટો લેન્સ હોઈ શકે છે.

આ પહેલા Huawei’s P30 Proમાં 8MPમાં ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ પહેલા Galaxy S10માં 12MPટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. Apple iPhone 11 Pro Maxમાં પણ 12MP ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો હતો. જોકે, હવે જુદી જુદી કંપનીઓ હવે પોતાના નવા ફોનમાં લેન્સ અંગે કોઈ મોટા નિર્ણય લઈ શકે છે. ઓનલાઈન શોપિંગમાં પણ આ કંપનીઓ મોંધા ફોન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp