Samsungએ સ્માર્ટફોન માટે 200MP સેન્સર તૈયાર કર્યુ,લૉ લાઈટમાં પણ ક્લિયર આવશે ફોટા

PC: fbhtechinfo.com

સ્માર્ટફોનનો જે પોર્ટ ઝડપથી બદલાઈ રહ્યો છે, તે છે કેમેરો. પ્રોફેશનલ કેમેરા પણ હવે સ્માર્ટફોન કેમેરાની સામે ફીકા લાગી રહ્યા છે. દરમિયાન દક્ષિણ કોરિયાઈ કંપની Samsungએ 200 મેગાપિક્સલ સેન્સર ડેવલપ કરી લીધુ છે. તેણે નવા ISOCELL HP1 સેન્સરની જાહેરાત કરી દીધી છે. આ નવી પિક્સલ-બાઈનિંગ ટેકનિક અને સારા લો-લાઈટ શૂટિંગ જેવા ફીચર્સથી લેસ હશે. કંપનીએ આ સેન્સર પર 2019માં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. કંપની તેને સ્માર્ટફોન બજારમાં ઉતારશે તો તે એક જબરદસ્ત ફીચર સાબિત થશે. જે યુઝર્સને ફોટોગ્રાફીનો શોખ છે, તેમના માટે આ એક યૂનિક ફીચર સાબિત થશે. કારણ કે તે શ્રેષ્ઠ ફોટોગ્રાફી કેપ્ચર કરવામાં મદદ કરશે.

ISOCELL HP1 ઈન્ડસ્ટ્રીનું પહેલું 200MP રીઝોલ્યૂશન સેન્સર છે. વધુ પ્રકાશમાં ISOCELL HP1 સેન્સર સમગ્ર 200MPને 0.64 માઈક્રોન પિક્સલના રૂપમાં ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરે છે. તે દુનિયાનું પહેલું એવુ સેન્સર છે જે 0.64 μm પિક્સલની સાથે આવે છે. જોવા જઈએ તો આટલો મોટો ઈન્ડીવિઝ્યુઅલ પિક્સલ સાઈઝ કોઈપણ સ્માર્ટફોન કેમેરામાં નથી જોવા મળ્યું. Samsungએ પોતાનું લેટેસ્ટ 50 મેગાપિક્સલવાળું સેન્સર પણ રજૂ કર્યું છે, જે દુનિયાનું પહેલું એવુ સેન્સર છે, જે ડ્યૂઅલ પિક્સલ પ્રો ટેક્નોલોજીથી લેસ છે.

Samsungએ 200 મેગાપિક્સલ ISOCELL HP1 સેન્સરમાં ChamleonCell ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ પિક્સલ બાઈનિંગ ટેક્નોલોજી પર કામ કરે છે. સેમસંગેનું આ સેન્સર ઓછાં પ્રકાશમાં આસપાસના 16 પિક્સલને ભેગા કરીને 2.5μmની સાથે 12.5 મેગાપિક્સલના ફોટા કેપ્ચર કરે છે. આ કારણે આ સેન્સરથી લેવામાં આવેલા ફોટા ખૂબ જ બ્રાઈટ અને ક્લિયર હોય છે.

Samsung પોતાની નવી ChameleonCell પિક્સલ-બાઈનિંગ ટેકનિકની મદદથી સેન્સરને 4 અથવા 16 પિક્સલના એક મોટા પિક્સલમાં ગ્રુપ કરવાની પરવાનગી આપે છે. જણાવી દઈએ કે, 200 મેગાપિક્સલ ISOCELL HP1 સેન્સરમાં ChamleonCell ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બે કોન્ફિગરેશન હોય છે જે ISOCELL HP1ને 1.28 માઈક્રોન પિક્સલની સાથે 50MP સેન્સર અથવા 2.56 માઈક્રોન પિક્સલની સાથે 12.5MP સેન્સરમાં બદલી નાંખે છે. સેમસંગે કહ્યું કે, તેનું આ કન્ફગરેશન સારા લો-લાઈટ શૂટિંગ માટે લાઈટ એવજોર્વેશન અને સેન્સિટિવિટીને વધારી દે છે.

વીડિયોગ્રાફી માટે 200 મેગાપિક્સલ કેમેરા સેન્સર ફોન-ઈન-વન પિક્સલ બાઈનિંગનો ઉપયોગ કરીને 8K/30fps પર શૂટ કરી શકાય છે. જણાવી દઈએ કે, 8K વીડિયો ક્વોલિટી માટે આ સેન્સર આસપાસના પિક્સલને મર્જ કરે છે અને રેઝોલ્યૂશનને 50MP અથવા 8192x6144 પર સેટ કરે છે. આવુ થવાને કારણે યુઝરે ફુલ ઈમેજ રેઝોલ્યૂશનનો સ્કેલ ડાઉન અથવા ક્રોપ કરવાની કોઈ જરૂર નહીં રહેશે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, 2022માં Xiaomi પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સલ સેન્સરનો ઉપયોગ કરી શકે છે. જ્યારે, Samsung પણ પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આ સેન્સરનો ઉપયોગ કરી શકે છે. જોકે, Galaxy S22 અને S22 પ્લસમાં નવા 50 મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp