વૈજ્ઞાનિક એવા માસ્ક બનાવી રહ્યા છે, જે કોરોનાના સંપર્કમાં આવતા જ રંગ બદલી લેશે

PC: businessinsider.in

વૈજ્ઞાનિકોએ ઝીકા અને ઈબોલા વાયરસ માટે એવા માસ્ક બનાવ્યા હતા જે આ વાયરસના સંપર્કમાં આવતા જ સિગ્નલ આપી દેતા હતા. હવે વૈજ્ઞાનિક કોરોના વાયરસની ઓળખ માટે આ રીતના માસ્ક બનાવવા જઈ રહ્યા છે. જે વાયરસના સંપર્કમાં આવતા જ રંગ બદલી લેશે. જે જણાવશે કે તમને સંક્રમણનો ખતરો છે કે નહીં.

MIT અને હાર્વર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 2014માં આ રીતના માસ્ક બનાવ્યા હતા અને જે ઝીકા અને ઈબોલા વાયરસના સંપર્કમાં આવતા જ સિગ્નલ આપી દેતા હતા. હવે આ જ સંસ્થાનોના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ માટે આ રીતના માસ્ક બનાવી રહ્યા છે. જે વાયરસના સંપર્કમાં આવતા જ રંગ બદલવા લાગશે. MIT અને હાર્વર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો જે માસ્ક બનાવી રહ્યા છે, જે વાયરસના સંપર્કમાં આવતા જ ગ્લો કરવા એટલે કે ચમકવા લાગશે.

વૈજ્ઞાનિક જિમ કોલિંસનું કહેવું છે કે, જો કોઈ કોરોના શંકાસ્પદ આ માસ્કની સામે શ્વાસ લેશે, છીંકશે કે ખાંસસે તો તરત આ માસ્ક ફ્લોરોસેંટ રંગમાં બદલાઈ જશે. એટલે કે ચમકવા લાગશે. જો ટેક્નિક સફળ સાબિત થાય છે તો અન્ય પ્રકારના સ્ક્રીનિંગની રીતોને માત આપી દેશે.

કોલિંગે કહ્યું છે કે, આ પ્રોજેક્ટ હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. તેમણે કહ્યું કે, આ માસ્કની સપાટી પર જો કોઈ કોરોના પીડિતની થૂંકની બૂંદો, મ્યૂકસ, લાર માસ્કના સંપર્કમાં આવશે તે રંગ બદલી લેશે. આવનારા થોડા દિવસોમાં આ માસ્કનું ટ્રાયલ કરવામાં આવશે. સફળતા મળવાની પૂરી આશા છે. અમે આ વખતે માસ્કમાં પેપર બેસ્ડ ડાયગ્નોસ્ટિકના સ્થાને પ્લાસ્ટિક, ક્વાર્ટ્સ અને કપડાનો ઉપયોગ કર્યો છે.

આ માસ્કની અંદર કોરોના વાયરસના DNA અને RNA આવશે, જે તરત માસ્કની અંદર મોજૂદ લાયોફિલાઈઝરની સાથે જોડાઈને રંગ બદલી દેશે. આ માસ્ક ઘણાં મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર સુરક્ષિત રહી શકે છે. જેનો ઘણાં મહિના સુધી ઉપયોગ કરી શકાશે. માસ્કમાં લાગેલા લાયોફિલાઈઝર જેવું ભીના કે થૂંકની બૂંદો, મ્યૂકસ, લાર કે પછી વાયરસના જેનેટિક સિક્વેંસ માસ્કના સંપર્કમાં આવશે તે રંગ બદલી લેશે. માસ્ક 1 કે 3 કલાકની વચ્ચે ફ્લોરોસેંટ રંગમાં ફેરવાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp