આખી દુનિયામાં ફેલાયેલા Covid-19 વાયરસનું કુલ વજન કેટલું છે? નવી સ્ટડીમાં ખુલાસો

PC: siemens-healthineers.com

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. કરોડો લોકો સંક્રમિત છે. જો આ તમામ કોરોના વાયરસને એક જગ્યા પર ભેગા કરીને તેનું વજન કરવામાં આવે તો કેટલું થશે? વૈજ્ઞાનિકોએ દુનિયામાં રહેલા તમામ કોરોના વાયરસના વજન અંગે જાણકારી મેળવી છે. તેના પરથી જાણવા મળ્યું છે કે, સમગ્ર દુનિયામાં કોઈપણ પ્રકારના જૈવિક હથિયાર વડે હુમલો કરવા માટે કેટલું રસાયણ અથવા બેક્ટેરિયા અથવા વાયરસ હોવો જોઈએ. વૈજ્ઞાનિકોએ પોતાની નવી સ્ટડીમાં જણાવ્યું કે, તે એક સફરજનથી લઈને એક નવજાત બાળકના વજનની વચમાં છે. ઈઝરાયલની વીજમેન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ આ સ્ટડી કરી છે. તેમણે દુનિયામાં કોરોના વાયરસ સંક્રમિત લોકોના સેમ્પલો દ્વારા આ ગણતરી કરી છે. કોરોના વાયરસે મહામારીના સમયમાં કોઈપણ જગ્યા પર એક સમયે 10 લાખથી 1 કરોડ લોકોને સંક્રમિત કર્યા છે. આ પ્રમાણે વૈજ્ઞાનિકોએ સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના વજનની ગણતરી કરી છે.

વીજમેન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સના પ્રોફેસર અને આ સ્ટડીના સિનિયર રિસર્ચર રોન મિલોએ કહ્યું કે, સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસનું વજન 0.1થી લઈને 10 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. ઓછાં વજનવાળી સંખ્યાનો મતલબ એ નથી કે તે ખતરનાક નથી. રોને જણાવ્યું કે, અમે વાયરસની સૂક્ષ્મતમ વજનની વાત કરી રહ્યા છીએ. ઓછામાં ઓછાં વજનના વાયરસ પણ દુનિયામાં તબાહી મચાવી શકે છે. હાલ, કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં 17.3 કરોડ કરતા વધુ લોકો સંક્રમિત છે. જ્યારે, 37 લાખ કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. રોને જણાવ્યું કે, તેમણે આ ગણતરી કઈ રીતે કરી. તેમણે પહેલા વાંદરાઓ પર કોવિડ-19 વાયરસના સંક્રમણનો દર શોધ્યો, તે પણ ત્યારે જ્યારે તેનામાં સૌથી વધુ સંક્રમણ હતું. એટલે કે શરીરમાં સૌથી વધુ કોરોના વાયરસના કણ હતા.

રોન અને તેમની ટીમે ફેફસા, ટોન્સિલ, લિંફ નોડ્સ અને પાચન પ્રણાલીમાં કોરોના વાયરસની માત્રાને માપી. ત્યારબાદ તેમણે કોરોના વાયરસના કણોની પ્રતિ ગ્રામ ટિશ્યૂ પ્રમાણે ગણતરી કરી. ત્યારબાદ તેને માણસના ટીશ્યૂના વજન સાથે સરખામણી કરી. જેનાથી માણસોમાં ફેલાયેલા કોરોના વાયરસના કણોનું વજન શોધાયું. તેમા ઓછાં વજનના વાયરસનો મતલબ છે કે, તે સમયે કોરોના કેસો ઓછાં હતો. 10 કિલોગ્રામ વજનનો મતલબ છે જ્યારે દુનિયામાં કોરોના વાયરસ પીક પર હતો. અગાઉની ગણતરીમાં કોરોના વાયરસના વ્યાસના આધાર પર એક વાયરસના કણનું વજન 1 ફીમેટોગ્રામ હતું. દરેક વાયરસ કણની માણસોની અંદર હાજરીના આધાર પર ગણતરી કરવા પર તે 1 માઈક્રોગ્રામથી 10 માઈક્રોગ્રામની વચ્ચે આવી રહ્યું હતું. એટલે કે જ્યારે કોરોના વાયરસ પીક પર હતો ત્યારે 10 માઈક્રોગ્રામ અને જ્યારે સૌથી ઓછો હતો ત્યારે 1 માઈક્રોગ્રામ વજન હતું. આ આંકડાઓની ગણતરી કર્યા બાદ વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં સંક્રમિત તમામ લોકોનું સરેરાશ વજન કાઢ્યું. ત્યારબાદ આ આંકડા અનુસાર, કોરોના વાયરસના વજનની ગણતરી કરી.

રોન અને તેના સાથી સેન્ડરે જણાવ્યું કે, અમે માત્ર આ જ કામ નથી કર્યું. પોતાના આંકડાઓની સટીકતા તપાસવા માટે અમે એ પણ ગણતરી કરી કે શરીરની કેટલી કોશિકાઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. એક કોશિકામાં કેટલો વાયરસ રહેલો છે. ત્યારબાદ તેની સંખ્યાનો 1 ફીમેટોગ્રામ વજન સાથે ગુણાકાર કરી દીધો. તેના દ્વારા પણ અમારા આંકડાની સટિકતા તપાસી. આ સાથે જ એ પણ જાણવા મળ્યું કે, આપણા શરીરમાં કોરોના વાયરસ કેટલી ઝડપથી ફેલાય છે.

રોનની ટીમે એ પણ જાણકારી મેળવી કે, એક વાયરસ એક સમયમાં એક વ્યક્તિના શરીરમાં સરેરાશ કેટલા પ્રકારે મ્યૂટેશન કરી શકે છે. તેને માટે વૈજ્ઞાનિકોએ એ જોયું કે, એકમાત્ર ન્યૂક્લિયોટાઈડ કેટલીવાર મ્યૂટેન્ટ થાય છે. પછી એ જોયું કે, વાયરસ એક માણસના શરીરમાં પોતાની કેટલી કોપી બનાવે છે. ત્યારબાદ કોપીની સંખ્યા અને ન્યૂક્લિયોટાઈડના મ્યૂટેશનની સંખ્યાનો ગુણાકાર કરી દીધો. જેનાથી વાયરસ કેટલીવાર મ્યૂટેન્ટ થાય છે તે જાણી શકાયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp