રજૂ કરવામાં આવી નવી Wagon R, લૂક એકદમ છે જોરદાર, જુઓ Photos

PC: bgr,in

ભારતમાં સૌથી વધારે કાર વેચનારી કંપની Maruti Suzukiએ નવી Wagon R લોન્ચ કરી દીધી છે. આ જોવામાં એકદમ સુંદર છે. નવી Wagon Rનો લૂક બદલાયેલો જોવા મળ્યો છે. મધ્યમર્ગીય પરિવાર માટે Wagon R આજે પણ પહેલી પસંદ છે. આ જ કારણ છે કે સતત 6 મહિનાથી ભારતની સૌથી વધારે વેચાનારી કારની લિસ્ટમાં નંબર 1 પર છે. અસલમાં 2023 Suzuki Wagon R Faceliftને જાપાનમાં લોન્ચ કરવામાં આવી છે. નવા મોડલની ડિઝાઈનને અપડેટ કરવામાં આવી છે. નવી Wagon Rનો લૂક સ્પોર્ટી લાગી રહ્યો છે, સાથે જ ઘણા હાઈટેક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

ભારતમાં હાજર Wagon Rથી જાપાનમાં લોન્ચ કરવામાં આવેલી કાર એકદમ અલગ છે. તમે પણ પહેલી નજરમાં ઓળખી શકશો નહીં. કારના એક્સટીરિયરની વાત કરીએ તો કારનું ફ્રન્ટ ઘણું શાનદાર છે. આગળ ગ્રિલને અપડેટ કરવામાં આવી છે, સાથે જ ફ્રન્ટ લાઈટને આકર્ષક બનાવવામાં આવી છે. કારની અંદરની વાત કરીએ તો Wagon R Facelift માં ટાઈપ-સી, કીલેસ પુશ-સ્ટાર્ટ સિસ્ટમ અને ઓટો એર કન્ડિશનીંગ મળે છે. તેમાં હીટેડ ડ્રાઈવર સીટ મળે છે, જેને બધા વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડરૂપમાં જાહેર કરવામાં આવશે.

જાપાન-સ્પેક Wagon R 660cc મોટર દ્વારા ઓપરેટ થાય છે, જે NA પેટ્રોલ અને માઈલ્ડ-હાઈબ્રિડ કોન્ફિગરેશન બંનેમાં જાહેર કરવામાં આવી છે. આ એન્જિનનું ટર્બો વર્ઝન સ્ટિંગ્રે અને કસ્ટમ જેડની સાથે ઉપલબ્ધ છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5 સ્પીડ MT અને CVT સામેલ છે. 2WD અને 4WD બંને વેરિયન્ટ ઓફર પર છે. CVT ગિયરબોક્સની સાથે માઈલ્ડ-હાઈબ્રિડ પાવરટ્રેનની સાથે 25.2 KMPLની માઈલેજ આપે છે.

જો કિંમતની વાત કરીએ તો જાપાનમાં 2023 Suzuki Wagon R Facelift 1,217,700 યેન થી 1,509,200 યેન(7.22 લાખ થી 8.96 લાખ)ની રેન્જમાં ઉપલબ્ધ છે. જ્યારે Wagon R કસ્ટમ જેડ મોડલની કિંમત 14,74,000 યેન થી 17,56,700 યેનની વચ્ચે હશે. ભારતમાં જુલાઈ 2022માં WagonRના 22,588 યુનિટ્સનું વેચાણ થયું હતું. ખાસ વાત એ છે કે Marutiનો સાથે ગ્રાહકોનો વિશ્વાસ જોડાયેલો છે અને આ વિશ્વાસને બરકરાર રાખવામાં Wagon Rની ભૂમિકા ઘણી મોટી છે. Wagon R સૌથી લો મેન્ટેનન્સ કાર છે.

તેના મિકનીક તમને કશે પણ મળી જશે. ખાસ કરીને નાના શહેરોમાં તેની ઘણી ડિમાન્ડ છે. કારની કિંમત 5-7 લાખ વચ્ચેની હોવાથી  કોઈ પણ મિડલ ક્લાસ ઘરના લોકો તેને ખરીદી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp