હવે કોલ ઉઠાવવા માટે નહીં પડશે સ્માર્ટફોનની જરૂર! આ સ્માર્ટ ચશ્મા કરશે બધા જ કામ

PC: zeenews.india.com

આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે. આજના સમયમાં નાના-મોટા તમામ કામો માટે ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણે જોઈએ છે કે જીવનમાં સ્માર્ટફોનનું મહત્ત્વ કેટલું વધી ગયું છે, ફોન સહિત અનેક ગેજેટ્સે આપણું જીવન સરળ બનાવ્યું છે. તેના ઘણા ફાયદા છે. આપણે ચારેય બાજુથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી ઘેરાયેલા છીએ જેમાં કદાચ સૌથી જરૂરી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સ્માર્ટફોન છે. જો અમે તમને કહીએ કે હવે ચશ્મા પણ તમારા સ્માર્ટફોનનું કામ કરશે તો શું તમે વિશ્વાસ કરશો? જો નહીં તો અમે તમને જણાવી દઈએ કે, માર્કેટમાં લેટેસ્ટ ‘સ્માર્ટ ગ્લાસીસ’ આવ્યા છે, જે ઓછી કિંમતમાં જોરદાર ફિચર્સથી લેસ છે. આવો આ વિશે બધું જ જાણીએ

Noiseએ લૉન્ચ કર્યા જબરદસ્ત સ્માર્ટ ગ્લાસીસ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઇલેક્ટ્રોનિક્સ નિર્માતા કંપની Noiseએ એક નવા સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા છે, જેમાં ઘણા આકર્ષક ફીચર્સ છે. આ Noiseનું પહેલું સ્માર્ટ આઇવેર છે અને તે એક લિમિટેડ એડિશન ડિવાઇસ છે. આની કિંમત 5,999 રૂપિયા છે અને તેને તમે Noiseની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકો છો.

સ્માર્ટફોનનું કામ કરશે આ સ્માર્ટ ચશ્માં

Noise i1 Smart Glassesને ભારતમાં જ (Made in India) બનાવવામાં આવ્યા છે અને આમાં મોશન એસ્ટીમેશન, મોશન કંપનસેશન્સ અને મેગ્નેટિક ચાર્જિંગ જેવા ઘણા આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે. આમાં આપવામાં આવેલા ઘણા મલ્ટી ફંક્શનલ ટચ કંટ્રોલથી તમે સરળતાથી કોલ્સ એક્સેપ્ટ અને રીસિવ કરી શકે છે, મ્યૂઝિક કંટ્રોલ કરી શકો છો અને વૉઇસ આસિસટન્ટને પણ એક્ટિવેટ કરી શકો છે.

Noise i1 Smart Glassesના બીજા ફીચર્સ

અહીં તમને જણાવી દઈએ કે, Noise i1 Smart Glasses બ્લૂટૂથ વર્ઝન 5.1 પર કામ કરે છે. શાનદાર ફીચર્સવાળા આ સ્માર્ટ ચશ્મામાં આપવામાં આવેલા બ્લૂ લાઇટ ફિલ્ટરિંગ ટ્રાન્સપરેન્ટ લેન્સ આંખો પર જોર પડવા ન દેશે અને ખતરનાક યૂવી રેન્જથી પણ બચાવીને રાખશે.

આ ગ્લાસીસ વોટર અને સપ્લેશ રેસિસટન્ટ પણ છે. Noise i1 Smart Glassesને એક વાર ચાર્જ કરીને તેને નવ કલાકસુધી ઉપયોગમાં લઈ શકાય છે, તે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે અને 15 મિનિટના ચાર્જિંગમાં 120 મિનિટનું મ્યુઝિક પ્લે બેક ઓફર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp