કાર ખરીદનારાઓ થોભી જાઓ, જૂનમાં 6 નવી કાર લોન્ચ થશે

PC: carwale.com

જો તમે નવી કાર ખરીદવા માટે વિચારી રહ્યા છો તો થોડી રાહ જાઇ લો. કારણ કે, જૂન મહિનામાં 6 નવી કાર લોન્ચ થવા જઇ રહી છે. આમાંથી એક ઇલેક્ટ્રિક કાર છે અને 4 SUV પણ સામેલ છે. તેના સિવાય હોન્ડા સીટી, સ્કોડા સ્લાવિયા, મારુતી સિયાઝ અને હ્યુંડાઇ વેરનાને ટક્કર આપવા માટે ફોક્સવેગનની વર્ચ્યુસ પણ લોન્ચ થવા જઇ રહી છે.

Hundai Ioniq 5

હ્યુંડાઇ ભારતમાં પોતાની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કારે ધમાલ મચાવી છે અને હવે ભારતમાં પણ આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થવા જઇ રહી છે. ઇલેક્ટ્રિક કારની ભારતમાં લોન્ચિંગ વિશે કંપનીએ ઓફીશીયલી જાહેરાત કરી છે. કંપનીએ કારને કંપનીની વેબસાઇટ પર લિસ્ટ કરી છે. આ કારને આવતા મહીને જૂનમાં લોન્ચ કરવામાં આવશે.

Volkswagon Virtus

જર્મન કાર મેકર વોક્સવેગન ઓફિશીયલી 9 જૂને પોતાની પ્રીમિયમ સેડાન કાર વર્ચ્યુસની કિંમતની ઘોષણા કરવા જઇ રહી છે. વર્ચ્યુઝ ભારત 2.0 પરિયોજના હેઠળ કાર નિર્માતાની બીજી પ્રોડક્ટ છે અને MQB A0 IN પ્લેટફારમ પર આધારિત છે. આ 4561 મીમી લંબાઇ વાળી સેગમેન્ટની સૌથી લાંબી કાર છે અને 521 લીટર સાથે પોતાના સેગમેન્ટમાં સૌથી મોટુ બૂટ સ્પેસ ધરાવે છે. આ કારમાં 1.5 લીટર TSI EVO એન્જિનની સાથે એક્ટિવ સિલંડર ટેક્નોલોજી જોવા મળશે. આ સાથે કારમાં 1 લીટર TSI એન્જિનનો વિકલ્પ પણ હશે.

Citron C3

ફ્રેન્ચ કાર મેકર Citron તેની C5 Aircross SUV બાદ ભારતમાં C3 કારને લોન્ચ કરવા જઇ રહી છે. આવતા મહિને જૂનમાં આ કારના લોન્ચ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. ઓફિશિયલ લોન્ચ પણ જૂનમાં થવાની જ શક્યતાઓ છે. આ કોમ્પેક્ટ SUVની ટક્કર ટાટા પંચ સાથે થશે. એવી અટકળો છે કે આ એક બજેટ મિડ સાઇઝ SUV હશે.

Mahindra Scorpio N

મહિન્દ્રા આવતા મહિને પોતાની પોપ્યુલર કાર સ્કોર્પિઓ SUVનું નવુ મોડેલ લોન્ચ કરવા જઇ રહી છે. હજુ કંપની દ્વારા આ કારની ઓફીશિયલ લોન્ચ ડેટ જાહેર કરવામાં નથી આવી. મહિન્દ્રા 2022 સ્કોર્પિઓને પોતાના લોકપ્રિય એન્જિન 2.0 લીટર mStallion 4 સિલિંડર પેટ્રોલ અને 2.2 લીટર mHawk 4 સિલિંડર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે. આ જ એન્જિનનો કંપનીની થાર અને XUV700માં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Maruti Suzuki Vitara Brezza

મારૂતિ ભારતીય બજારમાં આવતા મહિને પોતાની લોકપ્રિય SUV વિટારા બ્રેઝાનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવા જઇ રહી છે. જોકે, કંપનીએ હજુ સુધી લોન્ચ ડેટ જાહેર નથી કરી. આ કાર મહિનાના અંતમાં લોન્ચ થઇ જવા જઇ રહી છે. કંપનીએ આ કારમાં મોટા કોસ્મેટિક અપગ્રેડ કર્યા છે.

Hundai Venue

Hundai પણ બ્રેઝાના તરત બાદ વેન્યુનું અપડેટેડ મોડેલ લોન્ચ કરવા જઇ રહી છે. વેન્યુ સબ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સૌથી વધારે વેચાનારી કાર છે. આ કારને પહેલાથી જ વૈશ્વિક બજારો માટે વિકસિત કરવામાં આવી છે. આવતા મહિનાના અંતમાં જ આ કાર પણ લોન્ચ થવા જઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp