કાર કે બાઈક લેનારા ઍલર્ટ થઈ જાઓ! 31 માર્ચ પછી બદલાઈ રહ્યો છે નિયમ

PC: autoportal.com

જો તમે કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે જરૂરી ખબર છે. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે, 31 માર્ચ 2020 પછી BS4 વાહનો વેચાશે નહીં. શુક્રવારે કોર્ટે ઓટોમોબાઈલ ડીલર્સની અરજી ફગાવતા આ વાત કરી છે.

કહેવાનો અર્થ એ છે કે, જો તમે નવી કાર કે બાઈક ખરીદવા જઈ રહ્યા છો તો BS નંબરને લઈને ઍલર્ટ રહેજો. જો તમે કોઈ સેકન્ડ હેન્ડ ગાડી પણ ખરીદી રહ્યા હોઉં તેના BS એન્જિનનું ધ્યાન રાખવું પડશે. નહીંતર તમારે BS4 થી BS6માં અપગ્રેડ કરાવવું પડી શકે છે. આ અપગ્રેડેશનમાં 10,000 થી 20,000 રૂપિયા સુધીનો ખર્ચ થવાની સંભાવના છે.

શું છે BS વાહનોનો અર્થઃ

જ્યારે પણ ગાડીની વાત થાય છે તેનાથી જોડાયેલ નામ BSનો ઉલ્લેખ જરૂર થાય છે. BSનો અર્થ ભારત સ્ટેજ થાય છે. આ માપદંડ એવો છે જેના દ્વારા ભારતમાં ગાડીઓના એન્જિનથી ફેલાયેલા પ્રદૂષણને માપવામાં આવે છે.

આ માપદંડ ભારત સરકારે નક્કી કર્યો છે. BSની આગળ નંબર(BS-3, BS-4, BS-5 કે BS-6) પણ લાગે છે. જેનો અર્થ થાય છે કે, BSની આગળ જેટલો મોટો નંબર લખેલો હોય છે, તે ગાડીથી તેટલું ઓછું પ્રદૂષણ થવાની સંભાવના છે. આવનારી 1 એપ્રિલથી BS-6 વાહનોને ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

આ માપદંડને કારણે ગાડીઓ દ્વારા પ્રદૂષણ ઓછું થશે તેવી આશા છે. તેને ધ્યાનમાં રાખીને હવે ઓટો ઈન્ડસ્ટ્રી પણ BS-6 ગાડીઓ લોન્ચ કરી રહી છે.

તેની વચ્ચે ઓટો કંપનીઓ BS-4 વાહનોના સ્ટોકને ખાલી કરવા માટે બંપર ઓફરો અને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જોકે, આ રીતની ઓફર્સના ચક્કરમાં ગાડી ખરીદશો તો તમારી મુશ્કેલી વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp