Gypsyના નેક્સ્ટ જનરેશનના રૂપમાં Suzuki લાવી રહી છે Jimny, કિંમત હોઈ શકે છે આટલી

PC: globalsuzuki.com

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની Suzuki ભારતમાં SUV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે પોતાની નવી SUV Jimny પર કામ કરી રહી છે. રિપોર્ટ અનાસર, કંપની તેના દ્વારા ભારતમાં પોતાની Gypsyને રિપ્લેસ કરવા માગે છે. જણાવી દઈએ કે, ગત વર્ષે કંપનીએ Gypsy બંધ કરી દીધી હતી.

Suzuki Jimny આંતરરાષ્ટ્રીય બજારમાં માત્ર 3 ડોર સાથે ઉપલબ્ધ છે, જેને ભારતમાં 5 ડોર વર્ઝનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, તેને લઈને કંપનીએ હજુ સુધી કોઈ આધિકારિક જાહેરાત કરી નથી. Suzuki Jimnyને લૈડર ઓન-ફ્રેમ ચેસિસ પર તૈયાર કરવામાં આવી શકે છે, જેમાં 1.5-લીટરનું 4-સિલિન્ડરયુક્ત પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 102psનો પાવર અને 130Nmનો ટોર્ક જનરેટ કરશે. ટ્રાન્સમિશન માટે તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે 4-સ્પીડ ઓટોમેટિક ટોર્ક, કન્વર્ટરનો પણ વિકલ્પ મળશે.

આર્થિક મંદી છતા દેશમાં SUVની સતત વધતી માગથી પ્રેરિત થઈને MAruti Suzuki પોતાની લાઈન-અપને ફરી શરૂ કરવા માગે છે. જેમાં છેલ્લાં બે-ત્રણ વર્ષ દરમિયાન કંપનીનું ફોકસ મોટાભાગે હેચબેક કારો પર હતું. Jimnyની કિંમત વિશે પણ હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તેને કિંમત 10 લાખ રૂપિયાના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ સાથે જ કંપની પોતાના નવા 48-વોલ્ટના સેલ્ફ ચાર્જિંગ હાઈબ્રિડ સિસ્ટમને પણ લોન્ચ કરશે. જે CO2 ઉત્સર્જનમાં 20% સુધીનો ઘટાડો લાવવામાં સક્ષમ હશે. જણાવી દઈએ કે, વર્તમાનમાં SHVS માઈલ્ડ-હાઈબ્રિડ સિસ્ટમમાં 48v લિથિયમ-આયર્ન બેટરી, ઈન્ટીગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર અને 48V-12V (DC/DC) કન્વર્ટરનો વિકલ્પ મળે છે. આ સેટઅપ માત્ર 15 કિલોનું છે, જેને 2020 ઓટો એક્સપોમાં Swiftની સાથે શોકેસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp