આવતા વર્ષે લોન્ચ થશે TATAની નવી 7 સીટર SUV Gravitas, જાણો સંભવિત કિંમત

PC: tatamotors.com

દેશની ત્રીજા નંબરની વાહન નિર્માતા કંપની Tata Motors ટૂંક સમયમાં જ વધુ એક 6 સીટર SUV કાર લોન્ચ કરવાની છે. આ SUV Tata Harrier જેવી જ હશે અને તેનું નામ Tata Gravitas રાખવામાં આવ્યું છે. કંપનીએ આ ગાડીના નામ અંગે ગયા વર્ષે ખુલાસો કરતા કહ્યું કે, તેને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. કંપનીને આ કારને આ વર્ષે લોન્ચ તો કરવી હતી, પરંતુ હવે તેની લોન્ચિંગ ડેટ આગળ વધારી દેવામાં આવી છે અને હવે આ કાર 2021ના પ્રથમ ત્રીમાસિકમાં લોન્ચ થશે તેવું કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, Tata Gravitas ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ ચુકી છે. Tata Gravitas Tata Harrier કરતા 63mm લાંબી છે, તેની લંબાઈ 4661mm છે, જ્યારે Harrierની લંબાઈ 4598mm છે. જ્યારે તેની પહોળાએઈ 1894mm, ઊંચાઈએ 1786mm છે, જે Harrierની સરખામણીમાં 80mm વધુ છે. જ્યારે તેનો વ્હીલ બેઝ 2741mm છે.

એન્જિનની વાત કરીએ તો Tata Gravitasમાં 2.0 લીટરનું ચાર સિલિન્ડરનું ડીઝલ એન્જિન લગાવવામાં આવી શકે છે. તેનું એન્જિન 170bhpનો પાવર આપશે, જે 350Nmનો ટોર્ક જનરેટ કરશે. આ SUVમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને એક ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ જ એન્જિન Jeep Compassમાં પણ આપવામાં આવ્યું છે.

આ કારની કિંમત વિશે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ જાણકારોના મતે આ કારની સંભવિત કિંમત 15 લાખની આસપાસ હોવાની સંભાવના છે. 2021મા આ કાર લોન્ચ થતા હવે તેની ટક્કર 2021 Mahindra XUV અને MG Hector Plus જેવી કાર સાથે થશે.

આવનારા દિવસોમાં Tata Gravitasની ટક્કર Ford Endeavour, Toyota Fortuner અને Mahindra Alturas G4 જેવી SUV સાથે થશે. જણાવી દઈએ કે, હજુ સુધી Gravitasની કિંમત અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ, આશા રાખવામાં આવી રહી છે કે, તેની કિંમત Harrierની સરખામણીમાં આશરે 1 લાખ રૂપિયા સુધી વધુ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp