આતુરતાનો અંત, ટાટાએ લૉન્ચ કર્યું તેની ફેમસ કારનું ડાર્ક એડિશન, જાણો કિંમત

PC: bhaskar.com

ટાટા મોટર્સે સોમવારે સફારી ડાર્ક એડિશન લોન્ચ કાર લૉન્ચ કરી છે. આ કંપનીની સફળ ડાર્ક રેન્જની નવીનતમ ફ્લેગશિપ એડિશન કાર છે. સફારી ડાર્ક એડિશનની કિંમત રૂ.19.05 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. કંપનીએ દેશભરની ડીલરશીપ પર કારનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. સફારી ડાર્ક એડિશન XT+/XTA+ અને XZ+/XZA+ ટ્રિમ્સમાં વેન્ટિલેટેડ સીટ, એર પ્યુરિફાયર અને એન્ડ્રોઇડ ઓટો ઓવર વાઇ-ફાઇ અને Apple કાર પ્લે જેવી સુવિધાઓ સાથે માર્કેટમાં લૉન્ચ કરી છે.

ટાટા સફારી ડાર્ક એડિશનમાં સંખ્યાબંધ કોસ્મેટિક અપડેટ્સ મળે છે જે તેને એસયુવીના સ્ટાન્ડર્ડ મોડલથી અલગ બનાવે છે. તેમાં ઓલ બ્લેક એક્સટીરિયર કલર થીમ આપવામાં આવી છે જેને ઓબેરોન બ્લેકમાં પેઈન્ટ કરવામાં આવી છે. બ્લેક થીમ એસયુવીને પ્રીમિયમ જેવી ફીલ આપે છે. SUV પરના ક્રોમ એલિમેન્ટ્સને પિયાનો-બ્લેક ટ્રિમ્સથી બદલવામાં આવ્યા છે. ફ્રન્ટ ગ્રિલ અને એલોય વ્હીલ્સ ચારકોલ બ્લેક ટ્રીટમેન્ટ મળે છે. આ SUVમાં બીજો ફેરફાર તેના ટેલગેટ પર ક્રોમમાં ડાર્ક એડિશનનો લોગો છે. જે એકદમ સારી રીતે લગાવવામાં આવ્યો છે.

ટાટા સફારી ડાર્ક એડિશનને કેબિનની અંદર ઓલ-બ્લેક થીમ પણ મળે છે. આમાં બ્લુ સ્ટિચિંગ સાથે બ્લેકસ્ટોન મેટ્રિક્સ ડેશબોર્ડ અને નપ્પા ગ્રેનાઈટ બ્લેક કલરનો સમાવેશ થાય છે. ટાટા સફારી ડાર્ક એડિશનને પ્રથમ અને બીજી રોમાં વેન્ટિલેટેડ સીટો અને ઇન-કેબિન એર પ્યુરિફાયર મળે છે. SUVમાં એન્ડ્રોઇડ અને એપલ કાર પ્લે, વાઇફાઇ કનેક્ટિવિટી સાથે 8.8-ઇંચની ફ્લોટિંગ આઇલેન્ડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

ટાટા સફારી ડાર્કમાં માત્ર 2.0-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 168bhp અને 350Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. Tata Safari Hyundai Alcazar, Mahindra XUV700, MG Hector Plus તેમજ આગામી Kia Carens MPV સાથે સ્પર્ધા છે. આવનારા દિવસોમાં મોટી કાર માર્કેટમાં લાવવા માટે ઘણી ઓટો કંપનીઓએ તૈયારીઓ કરી લીધી છે. ખાસ કરીને 7 સીટરમાં ટાટાની આ કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. જોકે, તે ડીઝલ વેરિયન્ટમાં આવતા લોકોને ડીલર તરફથી પણ સારી ઓફર્સ મળી રહેવાની આશા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp