આ છે દુનિયાની સૌથી મોંઘી સ્માર્ટવોચ, શાનદાર ફિચર્સથી છે લેસ, કિંમત જાણીને ચોંકશો

PC: businessinsider.in

બદલાતા સમયમાં ઘડિયાળોની જગ્યા સ્માર્ટવૉચે લીધી છે. હવે મોટા ભાગના લોકો સામાન્ય ઘડિયાળોની જગ્યાએ સ્માર્ટવૉચનો વધારે ઉપયોગ કરે છે. આજે અમે તમને આ આર્ટિકલમાં દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ બાબતે બતાવવા જઇ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમે હેરાન રહી જશો. આવો તો આ સ્માર્ટવોચ પર એક નજર નાખીએ...

TAG Heuer Carrera Connected:

સ્વિત્ઝરલેન્ડની વૉચમેકર કંપની TAG Heuer પાસે કેટલીક મોંઘી સ્માર્ટવોચ છે. તેમાં સૌથી મોંઘી Carrera Connected છે. આ સ્માર્ટવોચની કિંમત 1500 ડૉલર (લગભગ 1,11,466 રૂપિયા) છે. આ વૉચને ગૂગલ અને Intelએ મળીને તૈયાર કરી છે. તેમાં Titaniumનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સ્ક્રીન રસિસ્ટેન્ટ છે. આ વૉચમાં 1.6 GHz ઇન્ટેલ પ્રોસેસર અને 410mAh બેટરી આપવામાં આવી છે જે સિંગલ ચાર્જમાં 25 કલાકની બેકઅપ આપે છે. એ સિવાય યુઝર્સને વૉચમાં બિલ્ટ ઇન વૉચ વોયસ કમાન્ડ, GPS, માઇક્રોફોન, ગૂગલ ટ્રાન્સલેટ, મેપ્સ અને ગૂગલ ફિટનો સપોર્ટ મળે છે.

Kairo Hybrid Watch:

Kairo Hybrid Watch ખૂબ જ શાનદાર છે. આ સ્માર્ટવૉચને બેસ્ટ ડિઝાઇન એવોર્ડ મળ્યો છે. તેમાં ડબલ ડિસ્પ્લે છે જેમાં ટ્રાન્સપેરેન્ટ ડિજિટલ ડિસ્પ્લે સાથે એક એનાલોગ સ્ક્રીન સામેલ છે. જ્યારે વૉચ પર મેસેજ આવે છે તે યુઝરને ટ્રાન્સપેરેન્ટ સ્ક્રીન પર નજરે પડશે. એ સિવાય સ્માર્ટવૉચમાં શાનદાર બેટરીથી લઈને પાવરફૂલ પ્રોસેસર અને માઇક્રોફોન સુધીનો સપોર્ટ મળશે. આ વૉચની કિંમત 2500 ડૉલર (1,85,777 રૂપિયા) છે.

Louise Vuitton Tambour Horizon Cannected:

Louise Vuitton જેને LV પણ કહેવામાં આવે છે. દુનિયાની સૌથી પ્રસિદ્ધ લગ્ઝરી બ્રાન્ડ છે. આ બ્રાન્ડ કપડાં, ઘરેણાં, બુટ, હેન્ડબેગથી લઈને ઘડિયાળો બનાવે છે. જોકે ટેમ્બોર હોરાઇઝન તેની અન્ય લગ્ઝરી ઘડિયાળોથી અલગ છે કેમ કે એક પૂર્ણ સ્માર્ટવૉચ છે. આ વોચ Googleની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. લગ્ઝરી સિવાય આ વૉચમાં શાનદાર બેટરી મળે છે કે સારી બેટરી લાઈફ પ્રદાન કરે છે. તેમાં મુસાફરો માટે ગાઈડ એપનો સપોર્ટ આપવામાં આવ્યો છે પરંતુ તેમાં ફિટનેસ ટ્રેકિંગ મોડ નહીં મળે. તો આ વૉચની કિંમત 3000 ડૉલર (લગભગ 2,22,932 રૂપિયા) છે.

Montblanc Timewalker e-Strap:

Montblanc જર્મનીની દિગ્ગજ લગ્ઝરી વૉચ મેકર કંપની છે. કંપનીએ વર્ષ 2015મા ઇ-સ્ટ્રેપને શોકેસ કર્યો હતો જેને Montblanc Tmewalker e-Strap કહેવામાં આવે છે. આ ઇ-સ્ટ્રેપને વાયરલેસ નેટવર્ક દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવામાં આવી શકે છે. તેમાં તમને અપકમિંગ કૉલથી લઈને મેસેજ સુધીની નોટિફિકેશન મળશે. એ સિવાય તમે આ સ્ટ્રેપથી પોતાની ફિટનેસ એક્ટિવિટીને ટ્રેક કરી શકો છે. તેની કિંમત 3117 ડૉલર એટલે કે લગભગ 2,31,525 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp