વિશ્વમાં સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ આ દેશમાં ચાલે છે, જાણો ભારત કયા રેન્ક પર

PC: reviews.org

ભારતમાં સસ્તા ઇન્ટરનેટની ચર્ચા તો ખૂબ થાય છે, પણ કઇ સ્પીડ પર આ ડેટા મળે છે શું તમને જાણકારી છે. ઓકલાએ વિશ્વભરમાં નેટવર્ક ઇન્ટેલિજન્સ અને કનેક્ટિવિટી ઇનસાઇટ રિપોર્ટ રીલિઝ કરી છે. સસ્તા ડેટાના મુદ્દે ભારત ટોપ 10માં આવે છે, પણ ડેટા સ્પીડના મુદ્દે ભારતનું નામ દૂર દૂર સુધી નથી.

ઓકલાએ ઓગસ્ટ મહિનામાં ટેડા સ્પીડ રેન્કિંગ જારી કરી દીધી છે. તેના અનુસાર, મોબાઇલ ડેટા સ્પીડની ગ્લોબલ રેન્કિંગમાં ભારત 117મી પોઝીશન પર છે. જુલાઇ મહિનામાં પણ ભારત મોબાઇલ ડેટાના મુદ્દે આ પહોઝીશન પર જ હતું. જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડના મુદ્દે ભારત જુલાઇની સરખામણીમાં વધુ નીચે આવી ગયું છે. જ્યાં જુલાઇ મહિનામાં આ સેગમેન્ટમાં ભારત 71મી પોઝીશન પર હતું. ઓગસ્ટમાં 7 પોઝીશન નીચે આવીને 78મી પોઝીશન પર પહોંચી ગયું છે.

જોકે, મોબાઇલ ડાઉનલોડ સ્પીડ આ દરમિયાન જરૂર વધી છે. જુલાઇમાં સ્પીડ 13.41 Mbps હતી. જે ઓગસ્ટમાં વધીને 13.52 Mbps થઇ ગઇ છે. જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સ્પીડ 48.29 Mbpsની છે. જુલાઇ મહિનામાં આ સ્પીડ 48.04 Mbps હતી. સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સના ડેટા અનુસાર, નોર્વે ઇન્ટરનેટ સ્પીડના મુદ્દે સૌથી ઉપર આવે છે. જ્યારે બ્રાઝીલ 14મા નંબર પર આવે છે. ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડની વાત કરીએ તો સિંગાપોર ગ્લોબલ રેન્કિંગમાં સૌથી ઉપર છે.

ઓકલા દર મહિને ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડનો ટેડા રીલિઝ કરે છે. આ લિસ્ટમાં ઇન્ટરનેટ સ્પીડના મુદ્દે ભારત કઇ જગ્યા પર છે તે તમે જોઇ શકો છો. વિશ્વભરમાં સસ્તા ડેટાના મુદ્દે ભારત ટોપ 5 પોઝીશન પર છે. હાલમાં હાઇ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં એવરેજ 11.9 રૂપિયા પ્રતિ GBના રેટ પર ડેટા મળે છે.

233 દેશોની આ લિસ્ટમાં ભારત 5મા નંબર પર છે. વિશ્વમાં સૌથી સસ્તો ડેટા ઇઝરાયેલમાં મળે છે, જ્યાં 1 GB ડેટા માટે કન્ઝ્યુમરે 0.04 ડોલર એટલે કે, લગભગ 3.20 રૂપિયા ખર્ચ કરવા પડે છે. જ્યારે, બીજા નંબર પર ઇટલી છે, જ્યાં 1 GB ડેટાની કિંમત 0.12 ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp