OnePlus 10T 5G થયો લૉન્ચ, જાણો કિંમત અને પ્રથમ સેલમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ

PC: khabarchhe.com

ચીની સ્માર્ટફોન મેકર OnePlus એ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 10T ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો છે. OnePlus 10T એ બ્રાન્ડનો સૌથી પાવરફુલ હેન્ડસેટ છે, જેમાં તમને Snapdragon 8+ Gen 1 પ્રોસેસર મળે છે. ડિવાઈઝને પાવર આપવા માટે, 4800mAh બેટરી આપવામાં આવી છે, જે 150W SUPERVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોન ભલે નવો છે, પરંતુ તેની ડિઝાઇન OnePlus 10 Pro જેવી જ છે. હેન્ડસેટ 16GB સુધીની રેમ અને 256GB સુધીની સ્ટોરેજનો ઓપ્શન આપે છે. આવો જાણીએ તેની કિંમત અને ફીચર્સ વિશે.

OnePlusનો આ ફોન 49,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. તેનું 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 54,999 રૂપિયામાં આવે છે. ટોપ વેરિઅન્ટની કિંમત 55,999 રૂપિયા છે. આ કિંમતમાં તમને 16GB RAM + 256GB સ્ટોરેજ મળે છે.

હેન્ડસેટ જેડ ગ્રીન અને મૂનસ્ટોન બ્લેક કલરમાં આવે છે. તમે Amazon અને OnePlus.in પરથી આ સ્માર્ટફોન ખરીદી શકો છો. તમને ICICI બેંક અને SBI કાર્ડ પર 5000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

OnePlus 10Tમાં 6.7-ઇંચનું Full HD+ રિઝોલ્યુશન વાળી LTPO2 10-bit AMOLED ડિસ્પ્લે મળે છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં 950Nitsની પીક બ્રાઇટનેસ અને HDR 10+ માટે સપોર્ટ મળે છે. સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Snapdragon 8+ Gen 1 પ્રોસેસર સાથે આવે છે.

તેમાં 16GB સુધીની રેમ અને 256GB સુધીની સ્ટોરેજ મળશે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક મળે છે. ઉપકરણમાં 4800mAh બેટરી છે, જે 150W SUPERVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર ફોન 19 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.

આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તેનો મુખ્ય લેન્સ 50MPનો છે. આ સિવાય તમને 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો કેમેરા મળે છે. ફ્રન્ટમાં કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. હેન્ડસેટ Android 12 પર આધારિત Oxygen OS 12.1 પર કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp