આ મોટી કંપનીએ ગ્રાહકો પાસેથી 11 લાખ કારને રિટર્ન મગાવી, જણાવ્યું આ કારણ

PC: khabarchhe.com

ઈલેક્ટ્રીક કાર બનાવતી એલન મસ્કની ટેસ્લાએ વિંડોશીલ્ડમાં ખરાબીના કારણે અંદાજે 11 લાખ યૂનિટને રિકોલ કર્યો છે. એટલે કે, તેમણે પાછા કંપનીમાં બોલાવી છે, આ ટેસ્લા કારોની વિંડો બંધ કરતા સમયે કેટલીક વસ્તુઓને ઓળખવામાં ભૂલ કરી રહી છે, જેના કારણે ‘ગાડીમાં બેસનાર વ્યક્તિને ઈજા થઇ શકે છે.’ રિકોલમાં 2017-2022 મોડલ-3, 2020-21 મોડલ-Y અને 2021-22 મોડલ-S અને મોડલ-X કાર શામેલ છે. ઈલેક્ટ્રીક કાર નિર્માતા કંપનીનું કહેવું છે કે, તે પ્રભાવિત થયેલા વાહનો માટે ઓવર-દ-એર(OTA) ફર્મવેર અપડેટ કરશે, જેથી વાહનના સ્વચાલિત વિંડો રિવર્સલ વ્યવહારમાં સુધારો થશે.

ગુરુવારે અમેરિકામાં નેશનલ હાઈવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશન (NHTSA)ને સોંપવામાં આવેલી પોતાની સેફટી રિકોલ રિપોર્ટમાં, ટેસ્લાએ કહ્યું કે, 12 સપ્ટેમ્બરે કંપનીએ નિર્ધારિત કર્યું કે, પરીક્ષણના પરિણામોમાં પિન્ચ ડિટેકશન અને રિટેકશન પર્ફોમન્સ સ્પ્રિંગ ફોર્સ અને રોડ કોન્ફીગરેશનના આધાર પર FMVSS 118, સેક્શન 5 (ઓટોમેટિક રિવર્સલ સીસ્ટમ)ની જરૂરિયાતોને પાર કરી લીધું. એટલે જ, ટેસ્લાએ પોતે જ વાહનોને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. ટેસ્લાનું કહેવું છે કે, જો વિંડો બંધ થવા સમયે પ્રોબ્લેમ થાય છે, તો આનાથી લોકોને ઈજા થવાનો ખતરો વધી શકે છે.

મે મહિનામાં ઈલેક્ટ્રીક કાર નિર્માતાએ ઓવરહિટીંગ સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ (CPU)ના કારણે ટચસ્ક્રીનમાં આવેલી સમસ્યાનું નિરાકરણ કરવા માટે 1,30,000 કારોને પાછી બોલાવી હતી, આ કારોમાં CPU વધુ ગરમા થવાના કારણે કારની ટચસ્ક્રીન પૂરી રીતે બ્લેક થવાની સમસ્યા હતી, પછી કંપનીએ હાલમાં જ પ્રભાવિત વાહનોની સમસ્યાને સુધારવા માટે ઓવર-દ-એર અપડેટ (OTA) જાહેર કર્યું, જેમાં 2022 મોડલ-3 અને Y, 2021 અને 2022 મોડલ-X અને S શામેલ છે.

દુનિયાના અનેક ભાગોમાં લોકપ્રિય છે

ટેસ્લા કારને ભારતમાં લાવવાની યોજના બનાવી રહી છે, જે હાલમાં ટેક્સ વગેરે બાબતોમાં ફસાયેલી છે. જો કે, ભારતમાં કંપની ક્યાં મોડલનું ક્યારથી વેચાણ શરૂ કરશે, તેને લઈને પણ પ્રશ્ન છે. દુનિયાના અનેક દેશોમાં ટેસ્લાની કારોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 

ભારતમાં પૂર્વ મિસ ઇન્ડિયા પેસિફિક અને એક્ટ્રેસ પૂજા બત્રાની પાસે ટેસ્લા મોડલ-3, જે હાલમાં ટેસ્લાની સૌથી સસ્તી સેડાન છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, જો ભારતમાં ટેસ્લા આવે છે, તો સૌથી પહેલા આ જ મોડલ લોન્ચ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp