ભારતમાં થઈ રહી છે આ દમદાર કારની વાપસી, 5 મહિનાથી સોલ્ડ આઉટ થઈ ગઈ હતી

PC: skoda-auto.com

Skoda ભારતમાં પોતાની એક સફળ કારની ભારતીય માર્કેટમાં વાપસી કરી રહ્યું છે. Skoda Karoqને ભારતમાં પાછી લાવી રહી છે. આ પહેલા ભારતીય માર્કેટમાં આ કારનો એક બેચ આવી ગયો છે, જે માત્ર 5 મહિનામાં જ સોલ્ડ આઉટ થઈ ગયો હતો. ભારતમાં Skoda Karoqના પહેલા બેચમાં કંપનીએ 1000 યુનિટનું વેચાણ કર્યું હતું. કંપનીએ ઓક્ટોબર 2020 સુધી આ તમામ યુનિટ્સનું વેચાણ કરી દીધું હતું.

આ વખતે કંપની આ કારના કમ્પ્લીટલી નોક ડાઉન યુનિટ્સ લાવશે. આ પહેલા કંપનીએ કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ્સની આયાત કરી હતી. કારને મળેલા સારા રિસપોન્સને લઈને ઉત્સાહિત કંપની આ કારને ભારતમાં પાછી લાવી રહી છે. Skodaની આ 5-સીટર SUV ભારતીય માર્કેટમાં Jeep Compass અને Hyundai Tucson જેવી ગાડીઓ સાથે સ્પર્ધામાં છે. Skoda Karoq SUV માત્ર પેટ્રોલ એન્જિનમાં આવે છે.

તેમાં 1.5 લીટર TSI પેટ્રોલ એન્જિન મળે છે, જે Volksvagan T-ROCમાં આપવામાં આવ્યું છે. 7-સ્પીડ DSG ઓટોમેટીક ગિયરબોક્સથી લેસ આ એન્જિન 148bhpનો પાવર અને 250nmનો ટોર્ક જનરેટ કરે છે. Skoda Karoqની લંબાઈ 4382mm, પહોળાઈ 1814mmઅને ઊંચાઈ 1605mm છે.

SUVનું વ્હીલબેસ 2638mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે. તેમાં 521 લીટરનું બૂટ સ્પેસ આપવામાં આવ્યું છે, જેનાથી પાછળની સીટને સંપૂર્ણ રીતે ફોલ્ડ કરીને 1810 લીટર સુધી વધારી શકાય છે. Skoda Karoq પોતાની કેટેગરીમાં સૌથી સુરક્ષિત SUVમાં એક છે. યુરો NCAPથી તેને 5 સ્ટાર રેટિંગ મળે છે.

ભારતમાં Skoda Karoqને મે 2020માં લોન્ચ કરવામાં આવી હતી. જેણે માત્ર 9 મહિનામાં કારના બધા યુનિટ્સનું વેચાણ કરી દીધું હોવાની જાહેરાત કરી હતી. આ કારને સૌથી પહેલા 2020ના ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં કંપનીની પારંપારિક ડિઝાઈન બતાવવામાં આવી હતી. આ SUVને છ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી હતી.

તેના ફીચર્સની વાચ કરીએ તો તેમાં 9 એરબેગ્સ, બ્રેક આસિસ્ટ, ઈબીડીની સાથે એબીએસ, રિયર પાર્કિંગ સેન્સર, એક રિયર પાર્કિંગ કેમેરો, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલીટી કંટ્રોલ પણ સામેલ છે. તે સિવાય કંપની તેની આગામી કાર Skoda Kushaqને 2021ના માર્ચ મહિનામાં લોન્ચ કરવાની છે. આ અંગેની જાણકારી કંપનીએ ટ્વીટ કરીને આપી હતી. કંપનીએ તેનો ફર્સ્ટ લુક પણ જાહેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp