FB પર આવી નવી મુસીબત, 68 લાખ અકાઉન્ટ પર પડી અસર

PC: wordpress.com

ફેસબુકમાં આવેલા એક 'બગ'ના કારણે 68 લાખ ફેસબુક વપરાશકર્તાઓના ખાતાઓને અસર થઈ છે. ફેસબુકનું કહેવું છે કે આ 'બગ' 12થી 13 સપ્ટેમ્બર સુધી રહ્યું હતું. જેને 25 સપ્ટેમ્બરના રોજ ઉકેલી દેવામાં આવ્યું હતું. ફેસબુકે તે બગ માટે માફી માંગી છે. આ બગથી ફેસબુક યુઝર્સના એવા ફોટોઝ પણ સામે આવી શકતા હતા જેને તેમણે ક્યારેય ફેસબુક પર શેર નથી કર્યાં. આ બગથી થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા 12 દિવસમાં 68 લાખ લોકોના અકાઉન્ટ અસરગ્રસ્ત થયા છે.

ફેસબુકે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી એપ્લિકેશનને યુઝર્સ ફોટો સુધી પહોંચવાની મંજૂરી આપતી વખતે આ ભૂલ 13 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે થઈ. એન્જિનિયર ડાયરેક્ટર ટોમર બારે ડેવલપર્સને જણાવ્યું હતું કે, 'જ્યારે કોઈ વ્યક્તિ ફેસબુક પર પોતાના ફોટો સુધી પહોંચવા માટે કોઈ એપ્લિકેશનને એક્સેસ કરે છે તો અમે મોટાભાગે આવી એપ્લિકેશનને લોકો દ્વારા તેમની ટાઇમલાઇન પર શેર કરવામાં આવેલા ફોટો સુધી પહોંચવાની મંજૂરી આપી દઇએ છીએ.' આગળ તેમણે જણાવ્યું હતું કે, 'આ કિસ્સામાં બગે ડેવલપર્સને એવા ફોટોગ્રાફ્સ સુધી પહોંચવાની મંજૂરી આપી દીધી હતી જેને લોકોએ માર્કેટ પ્લેસ અથવા ફેસબુક સ્ટોરીઝ પર શેર કર્યાં હતા.'

આયર્લૅન્ડના ડેટા પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશને ફેસબુકની તપાસ કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયાની પ્રસિદ્ધ કંપનીએ સ્વીકાર્યું છે કે 'બગ' અથવા તકનીકી ખામીના કારણે તેના 68 લાખ યુઝર્સના અકાઉન્ટને અસર થઈ છે. આ સ્ટેટમેન્ટ પછી શુક્રવારે આ કેસની તપાસ શરૂ થઈ ગઈ હતી. આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશન (ડીપીસી)ની તપાસ નવા કડક યુરોપિયન ગોપનીયતા કાયદા હેઠળ થશે. ડીપીસી પાસે ફેસબુકની તપાસ કરવા માટે પ્રાથમિક યુરોપિયન અધિકાર છે કારણ કે કેલિફોર્નિયા સ્થિત સોશિયલ નેટવર્કિંગ કંપનીનું આંતરરાષ્ટ્રીય મથક ડબલિનમાં છે. જીડીપીઆર નિયમનકારોને વ્યક્તિગત ડેટાની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેલી કંપનીઓને પ્રતિબંધિત કરવાની શક્તિ આપે છે. આનો અર્થ એ થાય કે જો કોઈ વ્યક્તિ દોષી ઠરે તો ફેસબુક પર 1.6 અરબ ડોલરનો દંડ લાદી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp