પોલીસે BMW ચાલકને એ કારણે રોક્યો, જેથી તેઓ બાઈક સાથે ફોટો પડાવી શકે, જુઓ Video

PC: indiatimes.in

જે બાઈકર્સ લોન્ગ રાઈડ માટે નીકળ્યા હોય છે, તેમને પોલીસ ચેક પોસ્ટ પાસે ઊભા રાખે એ તેમના માટે સામાન્ય વાત છે. ત્યારે આપણે ધારી લઈએ છે કે પોલીસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અને ડ્રાઈવર ક્યાં જઈ રહ્યો છે તે જાણવા માટે બાઈક ઊભી રાખતા હોય છે. પણ જ્યારે આ YouTuber અને બાઈકરને તમિલનાડુ પોલીસે ચેક પોસ્ટ પાસે રોક્યો, તેની સાથે કંઈક અલગ જ થયું.

બાઈકરે તેની ચેનલ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે મુંબઈથી મદુરાઈ સુધીની તેની સફરને કેમેરામાં કેદ કરે છે. લાંબો હાઈવે કવર કર્યા બાદ જ્યારે બાઈકર બેરિકેટ્સ પાસે પહોંચ્યો તો ત્યાં ઊભેલી પોલીસે તેને દસ્તાવેજ ચેક કરવા માટે ઊભો રાખ્યો. રાઈડર જે બાઈક ચલાવી રહ્યો હતો તે બાઈક હતી, BMW R1200 GS. જે એક એડવેન્ચર સ્પોર્ટ બાઈક છે.

બાઈકર જેવો ચેક પોસ્ટ પાસે ઊભો રહ્યો, પોલીસ તેની આજુબાજુ ઊભા રહ્યા અને તેને સવાલ પૂછવાના શરૂ કરી દીધા. પણ બાદમાં રાઈડરને ખબર પડી કે, પોલીસ તેની બાઈકથી વધારે આકર્ષિત થઈ ગયા હતાં. તેઓ તેની બાઈક સાથે ફોટો પડાવવા માગતા હતા. ફોટો પડાવવાના બહાને પોલીસે બાઈકરને રોક્યો હતો. આવું તમે માત્ર ભારતમાં જ જોઈ શકો છો. 'It Happens Only In India' કહેવું ખોટું નથી.

ભારતમાં સુપર બાઈકનું માર્કેટ એટલું મોકળુ નથી. જેની પાસે આ રીતની સુપર બાઈક છે તેઓ પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે. જે લોકોને બાઈકનો ઘણો શોખ હોય છે, જ્યારે તેઓ મોંઘી બાઈકને જુએ છે તો તેમને નવાઈ લાગે છે.

BMW R1200GS અને R1200GS એડવેન્ચર બાઈક એ ભારતમાં BMW મોડલની વેચાતી મોટી સંખ્યાની બાઈક છે. જણાવી દઈએ કે BMW મોટરે 2018માં ભારતીય બજારમાં પગપેસારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp