Tork T6X ઈલેક્ટ્રિક બાઈક આ વર્ષે થશે લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમત

PC: zigcdn.com

પુણેની ઈલેક્ટ્રિક મોટરસાયકલ કંપની Tork Motors આ વર્ષના અંત સુધીમાં Tork T6X બાઈક લોન્ચ કરશે. આ ઈલેક્ટ્રિક બાઈકનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તેની કિંમતની જાહેરાત સમય આવ્યે કરવામાં આવશે. Tork Motorsએ બાઈકનો ટીઝર વીડિયો પણ જાહેર કર્યો છે. Tork પોતાની આ કોમ્પેક્ટ લુકવાળી સ્ટ્રીટ ફાયટર બાઈકને ભારતની પહેલી ઈલેક્ટ્રિક પરફોર્મન્સ મોટરસાયકલ કહે છે. તેમાં 6kW પીક પાવરની BLDC મોટર આપવામાં આવી છે. આ મોટર 27Nm ટોર્ક જનરેટ કરે છે.

Tork T6Xમાં સિંગલ સ્પીડ ટ્રાન્સમિશન છે. તેમાં 72 Ah લિથિયમ-આર્યન બેટરી આપવામાં આવી છે. એકવાર ચાર્જ થતા આ બાઈક 100 કિમી સુધી જશે. કંપનીનો દાવો છે કે, ઈલેક્ટ્રિક બાઈકની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની છે. બાઈકનું વજન 130 કિલોગ્રામ છે. આ ઉપરાંત તેમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને રિયર મોનો શૉક સસ્પેન્શનની સાથે ટ્રેલિસ ફ્રેમ આપવામાં આવી છે. બાઈકમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ છે. તેમાં 267 mm ડિસ્ક અને રિયરમાં 220mm ડિસ્ક આપાવમાં આવી છે. બાઈક ABSથી લેસ હશે.

ટોર્કે આ ઈલેક્ટ્રિક બાઈકમાં TFT ડિજિટલ સ્ક્રીન, નેવિગેશન, યૂટિલિટી બોક્સ, મોબાઈલ ચાર્જર, સ્માર્ટફોન એપ સપોર્ટ, એન્ટી-થેફ્ટ સિસ્ટમ, જિઓ ફેંસિંગ અને LED DRL સહિત અન્ય ફીચર્સ આપ્યા છે.

કંપનીનું કહેવું છે કે, Tork T6Xના આશરે 90 ટકા પાર્ટ્સ લોકલ સ્તર પર એટલે કે દેશમાં જ તૈયાર કરાવમાં આવશે. બાઈકની કિંમત 1.25 લાખ રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. ટોર્કની આ બાઈક જુનમાં લોન્ચ થનારી રિવોલ્ટની ઈલેક્ટ્રિક બાઈકને ટક્કર આપશે. જણાવી દઈએ કે, ટોર્ક દેશમાં એકમાત્ર ઈલેક્ટ્રિક મોટરસાયકલ નિર્માતા કંપની છે, જ્યારે અન્ય કંપનીઓ ઈલેક્ટ્રિક સ્કૂટર પર ફોકસ કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp