એક એન્જિન ઓપ્શન સાથે Toyotaએ Raize SUV કરી લોન્ચ, જાણો કિંમત

PC: twitter.com

જાપાનની વાહન નિર્માતા કંપની Toyotaએ કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટમાં પોતાની વધું એક કારને બજારમાં રજૂ કરી દીધી છે. કંપનીએ નવી કોમ્પેક્ટ SUV Raizeને લોન્ચ કરી છે. જોકે, કંપનીએ આ SUVને હાલમાં તો જાપાનમાં જ લોન્ચ કરી છે.

કિંમતઃ

જાપાનમાં કંપનીએ આ SUVની શરૂઆતની કિંમત 1,679,000 યેન નક્કી કરી છે. એટલે કે, ભારતીય રૂપિયાની સરખાણીએ લગભગ 11 લાખ રૂપિયા થાય છે.

સ્પેસિફિકેશનઃ

નવી Toyota Raizeનો આકાર પણ ભારતીય માપદંડ અનુરૂપ છે. 4 મીટર સબની આ કારની લંબાઈ 3,995 mm, પહોળાઈ 1,695 mm અને ઉંચાઈ 1695 mm છે. આ સાથે જ કારમાં 2525 mmનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે.

આ SUV દાએત્સૂ ન્યૂ ગ્લોબલ આર્કિટેક્ટ (DNGA)પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જે ટોયોટાની સહયોગી કંપની છે. Daihatsu દ્વારા બનાવવામાં આવેલી આ પહેલી કોમ્પેક્ટ SUV છે.

પાવર અને એન્જિનઃ

આ SUVને માત્ર એક એન્જિન વિકલ્પની સાથે બજારમાં ઉતારવામાં આવી છે. તેમાં કંપનીએ 1.0 લીટરની ક્ષમતાનું 1KR-VET પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 96 bhpનું પાવર અને 140 Nmનું ટાર્ક જનરેટ કરે છે. કારમાં CVT ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર શાનદાર પફોર્મન્સની સાથે સારી માઈલેજ પણ આપશે. કાર 17.4 કિલોમીટર પ્રતિલીટરની માઈલેજ આપશે.

ઈન્ટિરિયરઃ

ડિઝાઈનની વાત કરીએ તો Raize કોમ્પેક્ટ SUVના ફ્રન્ટમાં કંપનીએ મોટા ગ્રિલની સાથે LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સનો ઉપયોગ કર્યો છે. આ સાથે કારમાં C-પિલર બોડી ફ્રેમની સાથે ડુઅલ ટોન બ્લેક રૂફનો પણ ઉપયોગ કર્યો છે, જે SUVને સ્પોર્ટી લુક આપે છે. તેમાં 17 ઈંચનું અલૉય વ્હીલ આપવામાં આવ્યું છે.

ફિચર્સઃ

આ SUVની અંદર પણ કંપનીએ ફિચર્સનું ધ્યાન રાખ્યું છે. તેમાં 7 ઈંચનું TFT કલર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનાંથી તમે સ્માર્ટ ડિલાઈસ લિંક અને એપ્પલ કાર પ્લેથી સરળતાથી કનેક્ટ કરી શકો છો. આ સાથે સ્ટીયરિંગ વ્હીલ પર લેધર રેપિંગની સાથે મલ્ટી ફંક્શન બટન પણ આપવામાં આવ્યું છે. જેનાથી તમે ઈન્ફોટેમેન્ટ સિસ્ટમને સંચાલિત કરી શકો છો. કારમાં સેફ્ટી ફિચર તરીકે ક્રેશ અવોઈડિંગ બ્રેકિંગ ફંક્શન સામેલ છે. આ ફિચર અન્ય વ્હીકલ અને ચાલતા વ્યક્તિને સેંસ કરી લે છે અને આગળના અને પાછળના બંને બ્રેકના ફંક્શનને કંટ્રોલ કરી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp