ભારતને ઝટકો- વધુ પડતા ટેક્સના કારણે આ કાર કંપનીએ લીધો મોટો નિર્ણય

PC: standard.com

Toyota Motors Corpએ કહ્યું કે, તે ભારતમાં પોતાના કારોબારનો વધુ વિસ્તાર નહીં કરશે. તેને માટે ભારતમાં વધુ ટેક્સ લગાવવાની વાતને જવાબદાર ગણાવવામાં આવી છે. આ પગલું PM નરેન્દ્ર મોદી સરકાર માટે મોટો ઝટકો છે. PM મોદી સરકાર કોરોના વાયરસ સંક્રમણના કારણે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે વિદેશી કંપનીઓને લલચાવવા માટે સતત પ્રયત્નો કરતી આવી છે. Toyotaના લોકલ યુનિટ Toyota Kirloskar Motorના વાઈસ ચેરમેન શેખર વિશ્વનાથને કહ્યું કે, સરકાર કાર અને બાઈક પર વધુ ટેક્સ વસૂલે છે, જેને કારણે કંપનીઓ માટે પોતાનો વ્યવસાય વધારવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે કહ્યું, વધુ ટેક્સના કારણે ઘણા કન્ઝ્યુમર્સ ગાડીઓ ખરીદી પણ નથી શકતા.

વિશ્વનાથને એક ઈન્ટરવ્યૂમાં વધુ ટેક્સ અને બિઝનેસના મામલામાં કહ્યું, અહીં આવ્યા બાદ અમને જે મેસેજ મળ્યો તે એ છે કે, અમે તમને નથી ઈચ્છતા. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ ટેક્સ રિફોર્મ્સ ના હોવાને કારણે અમે ભારતીય બજારમાંથી સંપૂર્ણરીતે નહીં નીકળીશું, પરંતુ અમે આગળ પોતાનો વ્યવસાય વધારવાના નથી. ઉલ્લેખનીય છે કે, Toyota દુનિયાની સૌથી મોટી કાર કંપનીઓમાંથી એક છે. તેણે ભારતમાં પોતાના વ્યવસાયની શરૂઆત વર્ષ 1997માં કરી હતી. તેના લોકલ યૂનિટમાં જાપાની કંપનીની 89 ટકા હિસ્સેદારી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના ડેટા અનુસાર, ઓગસ્ટ 2020માં કંપનીનો માર્કેટ શેર ઈન્ડિયન બજારમાં માત્ર 2.6 ટકા રહી ગયો છે, જે એક વર્ષ પહેલા 5 ટકા હતો.

કાર પર સિગરેટની જેમ લક્ઝરી ગુડ્ઝ ટેક્સ લાગે છે, જેના કારણે તેની કિંમતો ખૂબ જ વધી જાય છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના જણાવ્યા અનુસાર, આ મામલાની જાણકારી રાખનારા લોકોએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે, સરકાર કંપનીઓને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા માટે આકર્ષિત કરવા માટે 23 અબજ ડૉલરનું ઈન્સેન્ટિવ આપવાનો પ્લાન બનાવી રહી છે. ભારત દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું કાર માર્કેટ છે, પરંતુ ઓટો કંપનીઓ પોતાના બિઝનેસને વિસ્તાર આપવા માટે સતત મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી છે.

આથી, જનરલ મોટર્સ 2017માં ભારતીય બજારમાંથી નીકળી ગઈ. જ્યારે Ford Motorએ પણ ગત વર્ષે પોતાની મોટાભાગની એસેટ્સ ભારતમાંથી બહાર લઈ જવાનો નિર્ણય કર્યો છે. Ford ભારતમાં Mahindra & Mahindraની સાથે મળીને છેલ્લાં બે દાયકાઓથી ગ્રાહકોને લલચાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ સફળ નથી થઈ શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp