AC કોચમાં મુસાફરી કરતાં કોરોનાનું હવે ટેન્શન નહીં, રેલ્વે લાવી દેશી ટેક્નોલોજી

PC: livehindustan.com

કોરોના મહામારીને લગભગ 3 વર્ષ જેટલો સમયગાળો થઇ ચૂક્યો છે ત્યારે તેની સામે સુરક્ષા માટે કોરોના વેક્સીનની શોધ તો થઇ છે, પરંતુ હવે એક નવી ટેક્નોલોજીની પણ શોધ થઇ છે જેને કારણે ટ્રેન અને બસના  એસી કોચમાં મુસાફરી કોરોનાથી રક્ષણ આપી શકશે. ટ્રેન અને બસમાં લાંબી મુસાફરી કરનારા લોકો માટે આ રાહતના સમાચાર છે.  કેન્દ્ર સરકાર હવેથી ટ્રેન અને બસમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે CSIR એન્ટિવાયરલ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે જે કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્રારા વિકસિત કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણીમાં પણ આ નવી ટેકનોલોજીના ઉપયોગની દરખાસ્ત કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતા કહ્યું હતું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્રારા વિકસિત કરવામાં આવેલી એન્ટિવાયરલ નવી ટેકનોલોજી SARS-CoV-2ના હવામાં સંક્રમણને ઘટાડવા માટે પુરી રીતે અસરકારક છે. કોરોના મહામારી સામે લડવા મટે ટ્રેનોના ડબ્બા, એસી બસ તથા બંધ જગ્યાઓમાં લગાવવામાં આવી રહી છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે Council of Scientific & Industrial Research (CSIR) આગામી દિવસોમાં થનારી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે સીમિત ક્ષમતાની સાથે બંધ પરિસરોમાં બેઠક દરમ્યાન આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચને પત્ર લખીને કહેશે.

કોરોનાના નવા વેરિઅંટ ઓમીક્રોનનું સંક્રમણ વધવાને કારણે ચૂંટણી પંચે કેટલાંક દિવસો માટે રેલીઓ અને રોડશો પર પ્રતિબંધ મુક્યો છે આ વચ્ચે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે એન્ટિવાયરલ ટેકનોલોજીનું ટ્રેનના કોચ, એસી બસો, સંસદ ભવનમાં સફળતા પૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે અને હવે આ ટેકનોલોજી સામાન્ય પ્રજા માટે શરૂ કરવામાં આવી રહી છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે  કહ્યું કે CSIR  અને CSIO ( સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટસ ઓર્ગેનાઇઝેશન)ના માધ્યમથી વિકસિત કરવામાં આવેલી અલ્ટ્રાવાયોલેટ-સી ટેકનોલોજી SARS-CoV-2ના હવામાં સંક્રમણને ઘટાડવા માટે અને કોવિડ પછીના સમય માટે સંપૂર્ણ પણ અસરકાકર છે.

કોરોના મહામારીના સંક્રમણને લાંબો સમયગાળા થયો છે અને તેનાથી સુરક્ષિત રહેવા માટે હવે એન્ટિબાયોટિક દવાઓને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયની આ નવી એન્ટીવાયરલ ટેકનોલોજીને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp