TVS કંપનીએ લૉન્ચ કર્યું પોતાનું પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણી લો કિંમત

PC: tvsmotor.com

ઓટો કંપની બજાજ બાદ TVS કંપનીએ પોતાનું એક ઈલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું છે. આ મોડલથી ઈલેક્ટ્રિક સ્કૂટરની દુનિયામાં TVSએ એન્ટ્રી કરી લીધી છે. કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં શનિવારે આ ઈ-સ્કૂટર લૉન્ચ કર્યું છે. જે બજાજના ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર આપશે. તા. 14મી જાન્યુઆરીએ ઓટો કંપની બજાજે ચેતક સ્કૂટર લૉન્ચ કર્યું હતું. જે એક ઈલેક્ટ્રિક વર્ઝન ધરાવે છે. આ ઈ સ્કૂટરમાં આઈ ક્યુબ ઈલેક્ટ્રિકમાં 4.4 કેવીની એક ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. આ ઈ બાઈક 78 કિમીની સ્પીડથી દોડી શકે છે.

એક વખત પૂરી રીતે ચાર્જ થયા બાદ 75 કિમી સુધી સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ સ્કૂટર 0થી 40 કિમીની સ્પીડ 4.2 સેકન્ડમાં પકડી શકે છે. આ મૉડેલમાં સ્માર્ટએક્સનેક્ટ પ્લેટફોર્મ છે. જેમાં અનેક પ્રકારની વિશેષતાઓ છે. જેમ કે, જિયો ફેન્સિગ, રિમોટ બેટરી તથા ચાર્જ નેવિગેશન. આ ઈ બાઈકની કિંમત કર્ણાટકના બેંગ્લુરુમાં 1.15 લાખ રૂપિયા છે. કંપનીએ સૌ પ્રથમ આ બાઈકનું વેચાણ બેંગ્લુરુથી શરૂ કર્યું છે. ત્યાર બાદ દેશના બીજા શહેરમાંથી મળી રહેશે.

USB

કંપનીએ જણાવ્યું હતું કે, કંપની દર મહિને 100 યુનિટ તૈયાર કરશે. આ ઈ બાઈક દરમિયાન કર્ણાકના મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કંપનીના ચેરમેન વેણુગોપાલ શ્રીનિવાસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

iQube-electric-bike

ભારતીય માર્કેટમાં તેની ટક્કર બજાજ ચેતક સાથે થશે. બજાજના ચેતકમાં બે વેરિયંટ છે ઈકો મોડ અને સ્પોર્ટ મોડ. કંપનીએ ઈકો મોડ પર 95 કિમીની રેન્જ ઓફર કરી છે. જ્યારે સ્પોર્ટ મોડમાં 85 કિમીની રેન્જ ઓફર કરી છે. સેફ્ટિના સંદર્ભથી ઈન્ટિગ્રેડેડ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ આપવામાં આવી છે. જે નેવિગેશન, બ્લુટુથ અને સ્માર્ટફોન ક્નેક્ટિવિટીને સપોર્ટ કરે છે. આ મોડેલની શરૂઆતની કિંમત રૂ.1 લાખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp