Nokiaનો ટ્રિપલ રિયર કેમેરાવાળો સ્માર્ટફોન થયો સ્પોટ, જાણો તેની ખાસિયત

PC: tosshub.com

HMD Globalની સ્વામિત્વવાળી સ્માર્ટફોન નિર્માતા કંપની Nokiaના એક ટ્રિપલ રિયર કેમેરા સેટઅપવાળો સ્માર્ટફોન સ્પોટ કરવામાં આવ્યો છે. તે 2017માં લોન્ચ થયેલા Nokia 8 સીરિઝનો આગામી સ્માર્ટફોન હોઈ શકે છે. તેમજ કંપની ભારતમાં ટૂંક સમયમાં જ પાંચ કેમેરાવાળો સ્માર્ટફોન Nokia 9 Pureview પણ લોન્ચ કરવાની છે. આ વાતની જાણકારી કંપનીએ પોતાના આધિકારિક સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આ સ્માર્ટફોન બાદ કંપનીનો વધુ એક કેમેરા સેન્ટ્રિક ફોન સોશિયલ મીડિયામાં લીક થયો છે.

લીક થયેલા ફોટા અનુસાર, તેના બેકમાં રિંગ શેપમાં ટ્રિપલ કેમેરા અને LED ફ્લેશ એલાઈન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, લીક થયેલા ફોટામાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપની નીચે ફિંગરપ્રિન્ટ સ્કેનર જોવા મળી રહ્યું છે. તેના પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, Nokiaએ હાલ ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ કેમેરાનો ઉપયોગ નથી કર્યો.

આ ટ્રિપલ રિયર કેમેરાવાળા Nokiaના સ્માર્ટફોનના ફોટા પરથી એ પણ જાણવા મળી રહ્યું છે કે, તેનો એક કેમેરો 48 મેગાપિક્સલનો હશે. Nokiaના અન્ય સ્માર્ટફોન્સની જેમ જ તેને પણ એન્ડ્રોઈડ વન પ્લેટફોર્મની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. એટલે કે, તેમાં પણ તમને સ્ટોક એન્ડ્રોઈડ જોવા મળી શકે છે. જોકે, હાલ આ સ્માર્ટફોન વિશે વધુ જાણકારી મળી શકી નથી અને તેમજ કંપનીએ પણ તેના વિશે કોઈ આધિકારીક જાહેરાત નથી કરી.

આ મહિને લોન્ચ થનારા કંપનીના ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 9 Pureviewની વાત કરીએ તો તેને ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 SOC પ્રોસેસર અને પેંટાકેમેરા સેટઅપની સાથે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને 6 ઈંચની OLED ડિસ્પ્લે અને 6GB રેમની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં ઓનબોર્ડ 128GB સ્ટોરેજ આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp