માર્કેટમાં આવી રહી છે આ ત્રણ કંપનીઓની ધમાકેદાર નાની SUV Car, શાનદાર છે ફીચર્સ

PC: cloudfront.net

કાર પ્રેમીઓમાં SUV કારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ કારણે જ Kia, Toyota અને Renault જેવી કંપનીઓ આવનારા દિવસોમાં ત્રણ નવી અને નાના કદની SUV કાર માર્કેટમાં લાવશે. જેની કિંમત મોટી SUV કાર કરતા ઓછી રહેશે. SUV કારની વધતી જતી માગને લઈને કંપનીએ આ નિર્ણય કર્યો હતો. દિવાળી પહેલા આ કાર માર્કેટમાં આવી જશે એવું જાણવા મળ્યું છે.

Kia Sonet
ઓટો કંપની Kia આવનારા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં SUV કાર kia Sonet લૉન્ચ કરશે. Kia Sonet સૌ પ્રથમ ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. ભારતીય ઓટો માર્કેટમાં Kiaની આ કાર સૌથી સસ્તી રહેશે એવું માનવામાં આવે છે. માર્કેટમાં તેની ટક્કર hyundai Venue, Maruti Brezza, Nexon તથા EcoSport સાથે થશે. આ તમામ SUV મોડલ છે. Hyundaiના Venue પ્લેટફોર્મ જેવી જ Kia Sonet હશે. જેમાં પેટ્રોલ અને ડીઝલ એમ બંનેનો વિકલ્પ મળી રહેશે. 1.2 લીટર પેટ્રોલ, 1.5. ટર્બો ડીઝલ અને 1.0 ટર્બોચાર્જ પેટ્રોલ એમ ત્રણ મોડલ માર્કેટમાં આવશે. Sonetમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ગિયરબોક્સ ઓપ્શન મળી રહેશે. UVO ક્નેક્ટેડ કાર ટેકનોલોજી, વાયરલેસ ચાર્જિંગ પોઈન્ટ, બોસની સાઉન્ડ સિસ્ટમ, ક્લાઈમેટ કંટ્રોલ, સ્ટીયરિંગ વ્હીલ કંટ્રોલ, રિયર પાર્કિંગ કેમ, જેવા શાનદાર ફીચર્સ મળી રહેશે. 

Toyota Urban Cruiser
Toyota અને Muruti Suzukiની પાર્ટનરશીપ અંતર્ગત આ નવી કાર તૈયાર કરવામાં આવી છે. જે Maruti Brezzaનું રિબેઝ વર્ઝન છે. Brezzaની તુલનામાં આ નવી કારનો લુક અલગ છે. નવી SUV કારના આગળના ભાગમાં ઘણા પરિવર્તન કરાયા છે. જ્યારે પાછળની બાજું ખાસ કોઈ એવા ફેરફાર કરાયા નથી. જોકે, આ નવી SUV કારની ઓવરઓલ પ્રોફાઈલમાં કોઈ ફેરફાર કરાયા નથી. આ નવી SUV પેટ્રોલ વેરિયvdટમાં જ મળી રહેશે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ, 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ તથા LED લાઈટ ઓપ્શન મળી રહેશે. આ કાર આવનારા ફેસ્ટિવલ સીઝનમાં માર્કેટમાં આવશે.

Renault Kiger
renaultની નવી SUV કાર આગામી સમયમાં શરૂ થતા તહેવારની સીઝનમાં મળી રહેશે. CMF-A+ પ્લેટફોર્મ પર આધારિત હશે. Renault Kigerમાં 1.0 લીટરના બે એન્જિન ઓપ્શન મળી રહેશે. એક ટર્બોચાર્જ અને બીજું નેચરલી એસ્પેરેટેડ. આ નવી કારની કિંમત 6થી 8.5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જોકે, ડીલર્સ દ્વારા કોઈ સ્કીમનો લાભ થાય તો ગ્રાહકને ડબલ ફાયદો થશે. જોકે, કંપનીએ આવનારી સીઝનમાં પોતાની કોઈ ઓફર્સને લઈને કોઈ જાહેરાત કરી નથી. આ રેન્જમાં ગ્રાહકોને અનેક નવા-નવા કલર્સ માટે એક મોટી ચોઈસ મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp