અમેરિકામાં પણ બેન થશે ચાઈનીઝ એપ TikTok, ડોનાલ્ડ ટ્રમ્પે જુઓ શું કહ્યુ

PC: ksat.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તે અમેરિકામાં ઝડપથી પ્રચલિત થઇ રહેલા TikTok એપને બંધ કરશે. તેમણે કહ્યું કે, અમેરિકાના અધિકારીઓએ આના પર ચિંતા વ્યક્ત કરી છે કે તેના દ્વારા પ્રાપ્ત જાણકારીનો ઉપયોગ ચીનની સીક્રેટ એજન્સી કરી રહ્યું છે. મીડિયા સાથે વાત કરતા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી TikTokથી જોડાયેલી ચિંતાઓના પ્રશ્ન છે, અમે અમેરિકામાં તેને બેન કરવા જઇ રહ્યા છે. જણાવી દઇએ કે, સિલિકોન વેલીના વિશેષજ્ઞોએ અમેરિકાને અપીલ કરી હતી કે, ભારતની જેમ અમેરિકાએ પણ TikTokને બેન કરી દેવી જોઇએ.

અમેરિકા પહેલા ભારતમાં આ ચાઈનીઝ એપને બેન કરી દેવામાં આવી છે. બેન લગાવવાને લઇ ટ્રમ્પે પહેલા પણ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓએ આ વિષય પર ચિંતા વ્યક્ત કરી છે કે, આપણી જાણકારી ચીનના સીક્રેટ વિભાગ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે, અમેરિકા સેનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના સૈનિકોના TikTokના વપરાશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમણે એપને સુરક્ષાનો ખતરો ગણાવ્યો હતો. અમેરિકન નેવીએ પણ આ રીતની જ રોક લગાવી છે. ફેબ્રુઆરીમાં TikTok એક મામલા માટે અમેરિકન સંઘીય વેપાર આયોગને 57 લાખ ડૉલર આપવા માટે પણ રાજી થયું હતું. જેમાં TikTok પર 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ, ઈમેલ એડ્રેસ વગેરે જેવી વ્યક્તિગત જાણકારી ગેરકાયદેસર રીતે ભેગા કરવાનો આરોપ હતો.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધની માગ વધી રહી છે. અમેરિકામાં એક ટેક્નિકલ ક્ષેત્રની કંપની TikTokના કારોબારની કમાન પોતાના હાથમાં લઇ શકે છે. જો આ કરાર થઇ જાય છે તો સંભવ છે કે TikTok પર અમેરિકામાં બેન લાગે નહીં. ભારત સરકારે જૂનમાં જ TikTok સહિત 50થી વધારે ચાઈનીઝ એપ પર બેન લગાવી ચૂક્યું છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, TikTokના અમેરિકાના બિઝનેસને ખરીદવા માટે દિગ્ગજ આઈટી કંપની માઇક્રોસોફ્ટ વાત કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ કરાર 10 અબજ ડૉલરથી વધુ રકમનો હોઇ શકે છે. જોકે, આ કરારને લઇ હજુ સુધી TikTok અને માઇક્રોસોફ્ટ બંને કંપનીઓ તરફથી કોઇ ઓફિશ્યલ નિવેદન સામે આવ્યું નથી. બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ TikTokની પેરેન્ટ કંપની બાઇટડાંસને એપનો માલિકી હક ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp