શું VLC મીડિયા પ્લેયર ભારતમાં બેન થયું? મોટા સાઇબર હુમલાની શક્યતા હતી

PC: vrscout.com

VLC મીડિયા પ્લેયર ફક્ત એક નામ નથી પણ એક ફીલીંગ છે. એક મોટી આબાદી લાંબા સમય સુધી આ વીડિયો પ્લેયરનો ઉપયોગ કરતી આવી છે. જાકે, હવે તમે આ એપ્લીકેશનનો ઉપયોગ ન કરી શકશો. વીડિયો પ્લેયર સોફ્ટવેર અને સ્ટ્રીમીંગ મીડિયા સર્વર VLC મીડિયા પ્લેયર ભારતમાં બેન થઇ ગયું છે. પણ આ ઘટના આજે નથી બની.

આવું લગભગ બે મહિના પહેલા થયું હતું. મીડિયાના એક રિપોર્ટ અનુસાર, VLC મીડિયા પ્લેયર ભારતમાં બેન થઇ ગયું છે. જોકે, આ સંપૂર્ણ રીતે બેન નથી. પણ જો તમે આ ડિવાઇસ પર આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી રાખી છે, તો આ એપ્લીકેશનનો ઉપયોગ કરી જ શકશો. બેનના મુદ્દે કંપની કે સરકાર તરફથી કોઇ જાણકારી નથી મળી.

કેટલાક રિપોર્ટ્સ અનુસાર VLC મીડિયા પ્લેયરને ચીની કનેક્શનના કારણે બેન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ ચીની હેકિંગ ગ્રુપ Cicadoએ સાઇબર એટેક માટે કર્યું છે. કેટલાક મહિના પહેલા જ સિક્યોરીટી એક્સપર્ટ્સે જોયું કે, Cicado એક સંદિગ્ધ મોલવેર લોડરને ફેલાવવા માટે VLC મીડિયા પ્લેયરનો ઉપયોગ કરી રહ્યા છે.

આ ગ્રુપ એક મોટા સાઇબર એટેકને અંજામ આપવા માટે મોલવેર ફેલાવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ એક સોફ્ટ બેન છે અને આ કારણે સરકાર કે ફરી એપની તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી નથી આપવામાં આવી. ટ્વીટર પર કેટલાક યુઝર્સ આ મીડિયા પ્લેયરના બેન થવાનું ખરું કારણ તલાશી રહ્યા છે. હાલ તમે આ વેબસાઇટને ભારતમાં ઉપયોગ VLC મીડિયા પ્લેયરની વેબસાઇટ અને ડોઉનલોડ લિંકને દેશમાં બેન કરવામાં આવી છે.

તેનો મતલબ એ છે કે, દેશમાં કોઇ પણ આ વેબસાઇટને હાલ એક્સેસ નહીં કરી શકશે. જે યુઝર્સે પહેલાથી જ આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી રાખ્યું છે. તે તેનો ઉપયોગ જરૂરથી કરી શકશે. રિપોર્ટ્સ અનુસાર દરેક પ્રમુખ ISPs પર બેન કરવામાં આવી છે.

વર્ષ 2020થી હવે અત્યાર સુધી ભારત સરકારે સેંકડો સંદિગ્ધ એપ્સ બેન કરી છે. હાલમાં જ પોપ્યુલર મોબાઇલ ગેમ BGMIને પણ બેન કરવામાં આવી છે. આ ગેમ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. Kraftonની લોન્ચિંગ સાથે જ તેને PubG મોબાઇલનું રીબ્રાન્ડ વર્ઝન બતાવવામાં આવી રહ્યું હતું. આ ગેમ એ શરૂઆતી એપ્સમાંથી એક છે, જેને સરકારે 2020માં બેન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp