Vodafone-Ideaને જો સરકારી ફંડ નહિ મળે તો બંધ થઈ જશે કંપની

PC: gstatic.com

દિગ્ગજ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ ટેલીકોમ કંપની Vodafone-Ideaને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિરલાએ કહ્યું કે, અમે એવું કલ્ચર કારોબારમાં પેદા કર્યું છે કે જો અપેક્ષા અનુસાર સરકારી મદદ નહિ મળે તો તે Vodafone-Ideaને બંધ કરી દેશે.

એક કાર્યક્રમમાં બિરલાએ સંકેત આપ્યા કે, હવે બિરલા ગ્રુપ Vodafone-Ideaમાં કોઈ રોકાણ કરશે નહિ. સારા રૂપિયાનું ખરાબ રૂપિયામાં રોકાણ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. સરકારી રાહત નહિ મળવા પર કંપનીના નિર્ણય અંગે બિરલાએ કહ્યું, અમે અમારી દુકાન બંધ કરી દેશું. રાહત નહિ મળવાની સ્થિતિમાં કંપની નાદારીનો રસ્તો અપનાવશે.

સુપ્રીમ કોર્ટ તરફથી AGR પર લેવાયેલા નિર્ણયથી Vodafone-Idea પર સૌથી વધારે અસર પડી છે. જેને કારણે કંપનીએ બીજા ક્વાર્ટરમાં 50 કરોડ રૂપિયાથી વધારેની ખોટ ગઈ છે. રિલાયન્સ જિયોના લોન્ચિંગ પછી ટેલિકોમ સેક્ટરમાં ટકી રહેવા માટે કુમાર મંગલમ બિરલાએ તેમની આઇડ્યા સેલ્યુલરને વોડાફોન ઈન્ડિયાની સાથે મર્જ કરી હતી. અને નવી કંપની વોડાફોન આઇડ્યા અસ્તિત્વમાં આવી હતી.

ગયા વર્ષે થયેલા કરાર અનુસાર, Vodafone-Idea કંપનીમાં 45.1 ટકા ભાગીદારી વોડાફોનની પાસે છે જ્યારે 26 ટકા ભાગીદારી આદિત્ય બિરલા ગ્રુપ પાસે છે. અન્ય શેરહોલ્ડરોની પાસે 28.9 ટકા ભાગીદારી છે. Vodafone-Ideaનું સંચાલન બંને કંપની સાથે મળીને કરે છે.

વોડોફોને સરકાર પાસેથી સ્પેક્ટ્રમની ચૂકવણી માટે 2 વર્ષનો સમય, લાયસન્સ દરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વ્યાજ અને દંડમાં છૂટ સહિત રાહત પેકેજની માંગ કરી હતી. વોડફોન દુનિયાની બીજી મોટી મોબાઈલ ઓપરેટર છે અને સ્પેન ઈટલીમાં સુધારો કરી રહી છે. જેને લઈને તેના રાજસ્વમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp