રોકેટ ઉડાવવાના ફ્યૂલ પર ચાલે છે નીતિન ગડકરીની નવી કાર, જાણો હાઈડ્રોજન કાર વિશે

PC: google.com

પેટ્રોલ-ડીઝલ મોંઘા હોવાના કારણે લોકો હવે ઈંધણના બીજા વિકલ્પો તરફ વળી રહ્યા છે. તેમાં CNG અને ઇલેક્ટ્રિક વાહન સામેલ છે. તો એક એવું પણ ઈંધણ છે જે આમ તો રોકેટને અંતરીક્ષમાં પહોંચાડવા માટે ઉપયોગ થાય છે પરંતુ તે કારોમાં પણ ખૂબ ઉપયોગી છે. જોકે તે માટે ખિસ્સા થોડા વધુ ખાલી કરવા પડે છે પરંતુ તેનાથી પર્યાવરણ સુરક્ષિત રહે છે. તેનું નામ છે હાઈડ્રોજન ફ્યૂલ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ હાલમાં જ હાઇડ્રોજનથી ચાલતી કાર લીધી છે. આવો તો જાણીએ આ હાઈડ્રોજન કારોની વિશેષતાઓ બાબતે.

શું હોય છે હાઈડ્રોજન કાર?

હાઈડ્રોજન કારોમાં હાઈડ્રોજન ફ્યૂલનો ઉપયોગ થાય છે. તે સામાન્ય રીતે રોકેટને અંતરીક્ષમાં મોકલવા માટે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કેટલાક વાહનોમાં તેનો ઉપયોગ થઈ રહ્યું છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં આ ઈંધણ ઑટોમોબાઇલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. તેમાં હાઇડ્રોજનની કેમિકલ એનર્જીને REDOX રીએક્શન દ્વારા મેકેનિકલ એનર્જીમાં બદલવામાં આવે છે. ખાસ કરીને વિકસિત કરવામાં આવેલા ફ્યૂલ સેલમાં હાઈડ્રોજન અને ઑક્સિજન વચ્ચે રીએક્શન યથાવત કરવામાં આવે છે.

ક્યાંથી આવે છે હાઈડ્રોજન?

જીવશ્મ ઈંધણની જેમ હાઈડ્રોજન સામાન્ય રીતે કોઈ પ્રાકૃતિક ભંડારમાં નથી મળતી. તેને નેચરલ ગેસ કે બાયોમાંસ કે પાણી દ્વારા ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરીને બનાવવામાં આવે છે. હાઈડ્રોજન પાવરનો સૌથી મોટો લાભ છે તેનાથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં અછત થાય છે. ખાસ કરીને જ્યારે પાણીને હાઇડ્રોજનમાં પરિવર્તિત કરવા માટે અક્ષય વીજળી કે રિન્યૂવેબલ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આઇસલેન્ડમાં હાઈડ્રોજન ઉત્પાદન માટે ભૂ-તાપીય એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડેનમાર્કમાં પણ તે પવન ઊર્જાથી બનાવવામાં આવી રહી છે.

શું છે હાઈડ્રોજન ફ્યૂલ સેલના લાભ?

હાઈડ્રોજન ઈંધણ સેલ પારંપરિક એન્જિનોની તુલનામાં ફાયદા અને નુકસાન બંને પ્રદાન કરે છે. ફ્યૂલ સેલ ન માત્ર ચલાવનારા ભાગોની અછતના કારણે વધારે વિશ્વસનીય હોય છે પરંતુ તે વધારે કુશળ પણ હોય છે. તે વધારે અસરકારક એટલે પણ છે કેમ કે કેમિકલ એનર્જીને સીધી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં પરિવર્તિત કરવામાં આવે છે. ન કે પહેલા તેને તાપ અને પછી મેકેનિકલમાં બદલવામાં આવે છે જેથી થર્મલ ટોંટીના રૂપમાં ઓળખવામાં આવે છે.

હાઈડ્રોજન ફ્યૂલની સેલ કારોથી પારંપારિક ઇંધણવાળી કારોની તુલનામાં ઉત્સર્જન પણ ઘણી ઓછી અને સ્વચ્છ સ્તરનું હોય છે કેમ કે તે પારંપરિક દહન એન્જિનો સાથે જોડાયેલી ગ્રીનહાઉસ ગેસોની અધિકતાની જગ્યાએ માત્ર પાણી અને થોડા તાપનું ઉત્સર્જન કરે છે. કેટલાક દેશોમાં હાઈડ્રોજન ફ્યૂલવાળા વાહનો પર ઓછો ટેક્સ લાગે છે. એક વખત તેનો ટેન્ક ભરાવવા પર 482 કિલોમીટરથી લઈને 1000 કિલોમીટર સુધી જઈ શકાય છે.

અત્યારે શું પડકાર છે હાઈડ્રોજન કારો માટે?

હાઈડ્રોજન ફ્યૂલના જેટલા લાભ છે એટલા જ પડકાર પણ છે. તેમાં સૌથી મોટો પડકાર છે કે તેનું ઉત્પાદન ખૂબ મોંઘું છે. તે મુખ્ય રૂપે ઉત્પ્રેરક કે કેટેલિસ્ટ માટે આવશ્યક પ્લેટિનમ જેવા દુર્લભ પદાર્થોની કિંમતના કારણે હોય છે. શરૂઆતમાં ફ્યૂલ સેલ ડિઝાઇન પણ ઓછા તાપમાન પર કામ કરી શકતી નહોતી પરંતુ હવે ટેક્નિકથી આ સમસ્યાને દૂર કરી દીધી છે. ફ્યૂલ સેલની લાઈફ પણ અન્ય વાહનોની તુલનામાં બરાબર છે.

હાઈડ્રોજન વાહનો માટે અત્યારે ફિલિંગ સ્ટેશનની અછત છે. બ્રિટન જેવા દેશોમાં પણ તે અત્યારે ઘણી ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. હાઈડ્રોજન ફ્યૂલ પેટ્રોલ અને ડીઝલની તુલનામાં મોંઘું હોય છે પરંતુ તે પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. હાઈડ્રોજન ગેસ અત્યંત જ્વલનશીલ હોય છે. એવામાં જ્યારે ફ્યૂલ ટેન્કમાં તેને પૂરી ભરવામાં આવે છે તો વાહન ચલાવવા દરમિયાન અકસ્માત થવાનું જોખમ રહે છે એટલે આ ફ્યૂલ ટેન્ક ખૂબ મજબૂત બનાવવામાં આવે છે તેથી પણ આ વાહનોની કિંમત વધી જાય છે.

કેટલી હોય છે હાઈડ્રોજન કારોની કિંમત?

ઘણા દેશોમાં હવે હાઈડ્રોજન કાર ઉપલબ્ધ છે. ભારતમાં પણ મંગાવી શકાય છે. જેમ કે ટોયોટા મિરાઈ, હ્યુન્ડાઇ નેક્સો અને હોન્ડા કલારિટી. એક રિપોર્ટ મુજબ તેની કિંમત 37 લાખ રૂપિયા આસપાસથી શરૂઆત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp