WhatsAppએ બેન કર્યા 1 લાખથી વધુ યુઝર્સ અકાઉન્ટ, જાણો શું છે કારણ

PC: bgr.in

Whatsapp ફેક ન્યૂઝ મારફતે વધતી અફવાઓને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તેને લઈને મોટી ખબર સામે આવી રહી છે. બ્લૂમબર્ગની જાણકારી અનુસાર, બ્રાઝીલમાં લગભગ 1 લાખ Whatsapp અકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હાલમાં બ્રાઝીલમાં ચૂંટણી થવાની છે જેને જોતા કંપનીએ આ પગલું લીધું છે.

રિપોર્ટ્સ અનુસાર બ્રાઝીલની કુલ વસતી લગભગ 21 કરોડ છે જ્યાં અડધાથી વધુ એટલે કે 12 કરોડ લોકો Whatsappનો ઉપયોગ કરે છે. બ્રાઝીલ Whatsappનું એક મોટું વૈશ્વિક માર્કેટ છે જ્યાં લોકો માટે તેમના મિત્રો અને પરિવારજનો સાથે કનેક્ટેડ રહેવા માટે Whatsapp એક મોટું માધ્યમ છે.

બ્રાઝીલમાં 7 ઓક્ટોબર પહેલાં પ્રથમ તબક્કાનું વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન રિપોર્ટ્સ આવ્યા છે કે બિઝનેસમેન અને ચૂંટણીમાં દક્ષિણપંથી ઉમેદવાર ઝૈર બોલસોનારોએ કરોડો રૂપિયા ખર્ચ કરીને Whatsapp પર પ્રચાર-પ્રસાર કરવાની તૈયારી કરી દીધી છે. બ્રાઝીલની મીડિયા અનુસાર બોલસોનારોએ ગેરકાયદેસર રીતે યુઝર્સ સુધી ફેક ન્યૂઝ પહોંચાડવા માટે Whatsappનો ઉપયોગ કર્યો છે જેનાથી તેને 28 ઓક્ટોબર સુધી ચાલનારી ચૂંટણીમાં ફાયદો થઈ શકે. આ પછી Whatsappએ 1 લાખ જેટલા અકાઉન્ટ બંધ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp