WhatsAppની ચેટ FB સાથે શેર થાય છે કે નહીં? કંપનીએ કહી આ વાત

PC: threatpost.com

WhatsAppએ પોતાની નવી પોલિસીને લીધે દુનિયાભરમાં ઘણી આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે કંપનીએ તેની નવી પોલિસીને લઈને લોકોના મનમાં જે શંકાઓ છે તેના જવાબો આપ્યા છે. સાથે જ કંપનીએ કહ્યું છે કે તમારા સેન્સીટીવ ડેટા Facebookની સાથે શેર કરવામાં આવતા નથી.

તે સિવાય કંપનીએ એ પણ કહ્યું છે કે નવી પોલિસી અપડેટ કોઈ પણ રીતે તમારા મિત્રો અને પરિવાર સાથેના તમારા મેસેજીસની પ્રાઈવસીને પ્રભાવિત કરતી નથી. WhatsAppએ કહ્યું છે કે નવી પોલિસીમાં WhatsApp બિઝનેસને લઈને બદલાવ સામેલ છે. જે ઓપ્શન છે. આ સાથે જ સાફ થાય છે કે અમે ડેટા કેવી રીતે કલેક્ટ કરીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ.WhatsAppએ એક ડિટેઈલ બ્લોગમાં લોકેશન ડેટા, કોલ લોગ્સ અને ગ્રુપ જેવા ઘણા ડેટાને લઈને સવાલના જવાબ આપ્યા છે. સાથે એ પણ કહ્યું છે કે WhatsAppના ડેટા Facebook સાથે શેર કરવામાં નથી આવતા.

મેસેજ અને કોલને લઈને પણ WhatsAppએ કહ્યું છે કે કંપની ના તમારા મેસેજ વાંચી શકે છે અને ના તો તમારા કોલ્સ સાંભળી શકે છે. અને Facebook પરથી પણ આ વસ્તુ કરી શકે છે. કંપનીએ કહ્યું છે કે WhatsApp એન્ડ ટુ એન્ એનક્રીપ્ટેડ છે અને તે આગળ પણ એવું જ રહેશે. અમે મેસેજ અને કોલિંગના લોગ પણ રાખતા નથી. મતલબ લોકો જેને કોલ અથવા મેસેજ કરે છે તેનો વોટ્સએપ ડેટા નથી રાખતી.

તેવામાં લોકેશન અંગે પણ કંપનીએ કહ્યું છે કે અમે કોઈના પણ લોકેશનને જોઈ શકતા નથી. Facebook પણ આમ કરી શકે તેમ નથી. તમે જેને તમારું લોકેશન શેર કરો છો, તે જ તેને જોઈ શકે તેમ છે. ઉપરાંત Facebook સાથે કોઈ પણ પ્રકારના કોન્ટેક્ટ તેઓ શેર કરતા નથી. અમે યુઝર્સના એડ્રેસ બુકમાંથી ખાલી નબંર જ એક્સેસ કરીએ છે. જેથી મેસેજીસ મોકલી શકાય.

ગ્રુપ અંગે પણ વાત કરતા WhatsAppએ કહ્યું છે કે દરેક ગ્રુપ પ્રાઈવેટ રહે છે. અમે મેસેજ ડિલીવર કરવા અને તમારી સર્વિસને સ્નેપ અને એબ્યુઝથી બચાવવા માટે ગ્રુપ મેમ્બરશીપનો ઉપયોગ કરીએ છે. અમે એડ માટે Facebookની સાથે યુઝરનો કોઈ ડેટા શેર કરતા નથી. તે એન્ડ ટુ એન્ડ એનક્રીપ્ટેડ હોવાને લીધે અમે તેમના કન્ટેન્ટ જોઈ શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp