વોટ્સએપે ડિલીટ કર્યા 1.30 લાખ અકાઉન્ટ્સ, તમારું અકાઉન્ટ પણ થઈ શકે છે ડિલીટ

PC: frizztech.com

આજકાલ વોટ્સએપ પોતાના ફીચર્સના કારણે નહીં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને સમાચારમાં છે. છેલ્લાં ઘણાં સમયથી સતત રિપોર્ટ્સ આવી રહી છે કે વોટ્સએપ પર ભારત સહિત ઘણાં દેશો ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે ગ્રુપ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ વિરુદ્ધ હવે વોટ્સએપે પગલાં લીધાં છે અને 1લાખ 30 હજારથી વધુ અકાઉન્ટ્સ બ્લોક અને ડિલીટ કરી દીધા છે. છેલ્લા 10 દિવસોમાં કંપનીએ આ અકાઉન્ટ્સ વોટ્સએપમાંથી દૂર કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ ગયા વર્ષે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આવા અકાઉન્ટ્સ શોધવામાં આવે છે. વોટ્સએપે આવા અકાઉન્ટ્સ શોધવામાં એઆઈ ટૂલ્સની પણ મલલ લીધી અને પછી તેને ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે ડિલીટ કરી દેવાયા.

વોટ્સએપની ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. આ સુરક્ષાનો અર્થ એ છે કે વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજ અથવા કન્ટેન્ટ માત્ર સેન્ડર અને રિસીવર જ જોઈ કે વાંચી શકે છે. આટલું જ નહીં કંપની પણ તેને નથી વાંચી શકતી. તેથી વોટ્સએપ ગેરરીતિ માટે એઆઈની મદદ લઈ રહી છે. આ ટૂલ વોટ્સએપ અકાઉન્ટના અન-એન્ક્રિપ્ટેડ જાણકારીની તપાસ કરે છે. તેમાં પ્રોફાઇલ ફોટો, ગ્રુપ પ્રોફાઇલ ફોટોઝ અને ગ્રુપ ઈન્ફોર્મેશન શામેલ છે. તેની તપાસ કરીને ગ્રુપ ડિલીટ અથવા બ્લોક કરવામાં આવે છે.

વોટ્સએપ ફોટો ડીએનએ નામના ટૂલનો પણ ઉપયોગ કરે છે. આ જ ટૂલ ફેસબુક પણ યુઝ કરે છે. આ ટૂલ હેઠળ અશ્લીલ અને અપમાનજનક છબીઓ ઓળખવામાં આવે છે અને સંભવિત વોટ્સએપ ગ્રુપ અથવા યુઝર્સ જે તેને શેર કરી શકે છે તે અકાઉન્ટ્સ બન કરી દેવામાં આવે છે. બાળ પોર્નોગ્રાફીની રિપોર્ટ પછી એક વાટાઘાટમાં વોટ્સએપ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'વોટ્સએપ ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝને લઇને ઝીરો ટોલરન્સ નીતિનું પાલન કરે છે. અમે અમારી સૌથી એડ્વાન્સ ટેક્નોલોજીથી આ મુદ્દામાં તાપાસ શરૂ કરી છે. આ પ્રોફઇલ ફોટોઝ સ્કેન કરે છે અને અને શંકાસ્પદ અકાઉન્ટ્સને બેન કરે છે. અમે ભારત અને અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જવાબ આપ્યો છે. એપ્લિકેશન સ્ટોર્સ અને કમ્યુનિકેશન સેવાઓનો ઉપયોગ અબ્યુઝિવ કન્ટેન્ટ ફેલાવવા માટે દુરુપયોગ કરવામાં આવે છે. તેથી તકનીકી કંપનીઓએ આને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

તાજેતરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ દ્વારા વોટ્સએપ ગ્રુપના નામને સર્ચ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપે તેના જવાબમાં કહ્યું છે કે, વોટ્સએપ આવું કોઈ ફીચર નથી આપતું જેનાથી કોઈ થર્ડ પાર્ટી એપથી ગ્રુપ વિશે સર્ચ કરી શકાય. વોટ્સએપનું ટૂલ તમારું અકાઉન્ટ પણ ડિલીટ કરી શકે છે જો તમે આવા કોઈ ગેરકાનૂની ગ્રુપ સાથે જોડાયેલા હશો તો. હાલ વોટ્સએપમાં કોઈપણ ગ્રુપ તમારી મંજૂરી વગર તમને ગ્રુપમાં એડ કરી શકે છે તેથી તમે સાવધાન રહો અને આવા અકાઉન્ટ્સ અથવા ગ્રુપ્સનો રિપોર્ટ કરો જે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp