વોટ્સઅપ આવા યુઝર્સના એકાઉન્ટ કરી રહ્યું છે ડિલિટ, જાણો તમે સેફ છો કે નહીં?

PC: google.com
ફેક ન્યૂઝની સમસ્યા પર નિયંત્રણ લગાવવા માટે વોટ્સઅપ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયના કારણે તમામ વોટ્સઅપ યુઝર્સને થશે. વોટ્સઅપ પોતાના પ્લેટફોર્મ પર દર મહિને 20 લાખ શંકાસ્પદ એકાઉન્ડ ડિલીટ કરી રહી છે. વ્હોટ્સએપે એકાઉન્ટ ડિલિટ કરવાની જાણકારી એક વ્હાઈટ પેપર દ્વારા આપી છે. અને વોટ્સઅપના યુઝર્સને પણ આવા એકાઉન્ટ્સની માહિતી આપવા વિંનતી કરી છે. વ્હોટ્સઅપ મશીનની મદદથી શંકાસ્પદ એકાઉન્ટની ઓળખ કરી તેને ડિલિટ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ફોર્બ્સના એક અહેવાલ મુજબ, શંકાસ્પદ પ્રવૃતિઓમાં સામેલ વોટ્સઅપ એકાઉન્ટ્સમાંથી લગભગ 95 ટકા એકાઉન્ટ્સ ડિલિટ કરવામાં આવ્યા છે. વોટ્સઅપના એક પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘણા લોકો વોટ્સઅપનો ખોટી રીતે ઉપયોગ કરતા હોય છે. જ્યારે કેટલાક યુઝર્સ તો ક્લિક બેટ લિંક્સ પણ શેર કરવા હોય છે. જે યુઝર્સની પ્રાઈવેટ માહિતીઓ ટ્રેક કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઘણા લોકો વ્હોટ્સએપના માધ્યમથી તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માંગે છે. જેથી વોટ્સઅર આવા શંકાસ્પદ એકાઉન્ટને ટ્રેક કરી ડિલિટ કરવાનું કામ શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp