26th January selfie contest

150 ફૂટ ઊંડી ખીણમાં પડેલા યુવકનો જીવ બચાવ્યો Apple Watchએ, જાણો સ્ટોરી

PC: androidauthority.com

એવી ઘણી સ્ટોરી સાંભળવા મળે છે, જ્યારે Apple Watchના કારણે યુઝર્સની જીવ બચાવવામાં આવ્યો હોય. આ વખતે એક ભારતીય કિશોરનું નસીબ અને Apple Watchએ તેનો સાથ આપ્યો અને આશરે 150 ફૂટ ઊંડી ખાઈમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યો હતો. નીચે ખીણમાં પડવા અને ગંભીર ઈજા લાગ્યા પછી આ યુવકે Apple Watch Series 7ની મદદથી પરિવાર અને મિત્રોને મદદ માટે બોલાવ્યા હતા.

સ્મિત મહેતા નામનો આ કિશોર હાઈકીંગ માટે ગયો હતો. જ્યાં તે લપસીને નીચે ખાઈમાં પડી ગયો હતો અને તેનો આઈફોન પણ હાથમાંથી છટકી જતા તે ખોવાઈ ગયો હતો. રાહતની વાત એ હતી કે સ્મિતે Apple Watch પહેરી રાખી હતી, જેની મદદથી તે બીજાનો કોન્ટેક્ટ કરી શક્યો અને તેમને પોતાનું લોકેશન બતાવવામાં સફળ રહ્યો હતો. Apple Watch ન હોવાની સ્થિતિમાં તેણે લાંબા સમય સુધીની રાહ જોવી પડતે, જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી.

અકસ્માતની ઘટનામાંથી સારા થયા પછી સ્મિતે Appleના CEO ટિમ કુકને ઈમેઈલ મોકલીને જણાવ્યું કે કેવી રીતે Apple Watchના કારણે તે આજે સુરક્ષિત છે. તેના ઈમેઈલના જવાબમાં ટિમ કુકે પણ પ્રતિક્રિયા આપી હતી અને પોતાની સ્ટોરી શેર કરવા બદલ સ્મિતનો આભાર માન્યો હતો. ટિમ પહેલા પણ Apple Watchની લાઈફ-સેવિંગ ક્ષમતાઓની વાત પોતાના પ્રેઝન્ટેશન દરમિયાન કરી ચૂક્યા છે. નવા અપડેટ્સની સાથે તેમાં નવું SOS ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી આશરે 80 કિમી દૂર લોનાવાલામાં રહેનારા સ્મિથ પોતાના મિત્રો સાથે ટ્રેકિંગ પર ગયો હતો. વરસાદના લીધે પાછા ફરતી વખતે તેનો પગ લપસી પડતા તે નીચે ઊંડી ખાઈમાં પડી ગયો હતો. એક મોટા પથ્થર અને ઝાડમાં ફસાવવાના લીધે તે બચી ગયો હતો પરંતુ નીચે ઊંડી ખીણમાં પડવાના લીધે તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. દર્દ અને આવી ઈમરજન્સીની ઘટનામાં Apple Watchનું સાથે હોવું તેના માટે રાહત સાબિત થયું હતું.

Apple Watchમાં આપવામાં આવેલા SOS ફીચરના કારણે તે તેના મિત્રો અને પરિવારના લોકોને તે ક્યાં હોવાની માહિતી આપી શક્યો હતો, જેના પગલે તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી. તે ઘણા લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યો હતો પરંતુ હવે તેની હાલત સુધારા પર છે. આ પહેલા પણ Apple Watchના કારણે ઘણા લોકોને ઈમરજન્સીમાં મદદ મળી હોવાની સ્ટોરી સૌએ સાંભળી જ હશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp