દુનિયા બીજા નંબરના ધનિક બિલ ગેટે્સે કોને ગણાવી પોતાની સૌથી મોટી ભૂલ

PC: indiatimes.com

દુનિયાના બીજા નંબરના ધનિક બિલ ગેટ્સે જાતે જ એક પોતાની સૌથી મોટી ભૂલ વિષે જણાવ્યું છે. માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે સોમવારે અર્લી સ્ટેજ વેન્ચર કેપિટલ ફર્મ વિલેજ ગ્લોબલના કાર્યક્રમમાં બોલતા કહ્યું કે મોબાઇલના ઓપરેટિંગ સોફ્ટવેર અંગે આગમચેતી ન વાપરવી તે તેમની સૌથી મોટી ભૂલ હતી. 

આપણે જે મોબાઇલ વાપરીએ છે તે બે ઓપરેટિંગ સિસ્ટમથી ચાલે છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ. દુનિયાભરના મોટાભાગના મોબાઇલમાં આ બે સિસ્ટમ જ હો છે. માઇક્રોસોફ્ટે પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો ફોન વિકસાવી હતી પરંતુ તે ચાલી ન હતી. કંપનીએ 2017માં તેનો બંધ કરી દીધી હતી. નોકિયાનો ફોનમાં તે થોડો સમય આવતી હતી. 

બિલ ગેટે્સે કહ્યું છે કે આગામી સમય મોબાઇલ ફોનના સોફ્ટવેર્સનો જ છે તેનો અંદાજ લગાવવામાં તેઓ થાપ ખાઇ ગયા હતા. તેઓ એન્ડ્રોઇડ લઇ શકતા હતા પરંતુ તેમ કરી શક્યા ન હતા.
ખરેખર એન્ડ્રોઇડ સિસ્ટમ કોઇ બીજી જ કંપની ડેવલપ કરતી હતી પરંતુ તેને ગુગલે વર્ષ 2005માં 50 મિલિયન ડોલર એટલે કે 347 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. આટલી કિંમત પર માઇક્રોસોફ્ટ પણ આસાનીથી ખરીદીને તેને વિકસાવી શકતું હતું પરંતુ તેઓ કરી ન શક્યા અને ગુગલે મોબાઇલ ફોનની દુનિયા પર પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp