Xiaomiએ લોન્ચ કર્યા એકસાથે 2 ટીવી, જાણો તેની કિંમત અને ફીચર્સ

PC: newztoday.net

શાઓમીએ તેના ટીવી લાઇનઅપને વિસ્તૃત કરતા બે નવા ટીવી લોન્ચ કર્યા છે. તેમાં Mi TV 4X Pro 55 ઈંચ અને Mi TV 4A Pro 43 ઈંચ શામેલ છે. આ બંને ટીવીમાં અગાઉના બધા એમઆઇ ટીવીની જેમ પેચવોલ યુઝર ઈન્ટરફેસ આપવામાં આવ્યા છે. તેમાં એન્ડ્રોઇડ ટીવી પણ સપોર્ટ કરે છે. ટીવી સિવાય કંપનીએ સાઉન્ડબાર પણ લોન્ચ કર્યું છે.

Mi TV 4X Pro 55 ઈંચ મોડલમાં 2જીબી રેમ સાથે 8જીબીની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જ્યારે 43 ઈંચ વેરિયન્ટમાં 1જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. વાઇડર કલર ઓપ્શન માટે 55 ઈંચ વેરિયન્ટમાં 10 બિટ પેનલ આપવામાં આવી છે. જ્યારે કે 43 ઈંચ મોડમાં 8 બિટનું છે. ટીવીમાં 30Wનું સ્પીકર લાગેલું છે અને આ વખતે પણ બેઝલ ઘણાં ઓછા છે. ટીવી મેટલ ફિનિશનું છે. જ્યારે ટીવીની ચારેબાજૂ આપવામાં આવેલા બેઝલ પ્લાસ્ટિકના જ છે. રિઝોલ્યુશનની વાત કરીએ તો 55 ઈંચ મોડલમાં 4K પેનલ આપવામાં આવી છે. જ્યારે કે 43 ઈંચ વેરિયન્ટમાં ફુલ એચડી ડિસ્પ્લે છે.

રિમોટ કન્ટ્રોલ નવું છે અને અગાઉની જેમ આ વખતે પણ તામાં ગૂગલ આસિસ્ટન્ટ માટે ડિડેકેટેડ જ મળે છે. આ સિવાય તેમાં વોઇસ સપોર્ટ પણ એડ કરવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં ત્રણ એચડીએમઆઈ પોર્ટ્સ છે અને ત્રણ યુએસબી પોર્ટ્સ છે. બંને ટીવીની વિશેષતા તેની આક્રમક કિંમત છે. આ ટીવી તમે ફ્લિપકાર્યટ, એમઆઈ હોમ અને એમઆઈ.કોમ પરથી ખરીદી શકો છો. Mi TV 4X Proની કિંમત 39,999 રૂપિયા છે. જ્યારે કે Mi TV 4A તમને 22,999 રૂપિયામાં મળશે. તેનું વેચાણ 12 જાન્યુઆરીથી શરૂ થશે.

Mi સાઉન્ડબાર

શાઓમીએ ટીવી સાથે સાઉન્ડબાર પણ લોન્ચ કર્યું છે. આ ફેબ્રિક ફિનિશવાળું છે અને તેમાં બે 20એમએમ ડોમ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ તેમાં 2.5 ઈંચના બે વુફર્સ પણ આપવામાં આવ્યા છે. સીટરિયો સાઉન્ડ માટે તેમાં 2 પેસિવ રેડિયેટર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે તેમાં 3.5 એમએમ, ઓક્સ ઈન, બ્લુટૂથ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સાઉન્ડબારની કિંમત 4999 રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp