Xiaomiનો 108MP કેમેરાવાળો Mi 10 અને Mi 10 Pro સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત

PC: xda-developers.com

Xiaomi પહેલા Mi 10 સીરિઝને MWC 2020 લોન્ચ કરવાની હતી. પણ કોરોના વાયરસના કરણે તે કેન્સલ થઈ ગયું હતું અને લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. પણ હવે કંપનીએ Mi 10ને યૂરોપમાં ગ્લોબલ લાઈવસ્ટ્રીમ દ્વારા રજૂ કરી દીધો છે. આ સીરિઝ હેઠળ કંપનીએ 3 સ્માર્ટફોન Mi 10, Mi 10 Pro અને Mi 10 Liteને લોન્ચ કર્યા છે. ચીનમાં હાલમાં આ બંને સ્માર્ટફોન્સનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ સ્માર્ટફોન્સની ખાસિયત છે તેનો 108MP કેમેરા લેન્સ. આ સ્માર્ટફોન દમદાર પ્રોસેસર ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 સાથે આવે છે.

Xiaomi Mi 10 Pro

કેમેરોઃ

શાઓમીના આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચ ફુલ એચડી+કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. 90Hzના રિફ્રેશ રેટવાળી આ ડિસ્પ્લે પંચ-હોલ ડિઝાઈન સાથે આવે છે. 108 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો, 20 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ સેન્સર, 12 મેગાપિક્સલ પોટ્રેટ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો છે. ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આવ્યું છે. પ્રાઈમરી સેન્સર ફોન 8K રિઝોલ્યૂશનવાળા વિડીયો પણ રેકોર્ડ કરી શકે છે. ફ્રંટ કેમેરો 20 મેગાપિક્સલનો છે.

બેટરીઃ

આ સ્માર્ટફોનમાં બેટરી 4500mAhની છે, જે 50W વાયર અને 30 વૉટ વાયરલેસ બને પ્રકારના ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Xiaomi Mi 10

કેમેરોઃ

આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ પ્રાઈમરી, 13 મેગાપિક્સલ વાઈડ એંગલ સેન્સર અને અન્ય બે સેન્સર 2 મેગાપિક્સલના છે. ફોનમાં બેટરી 4780mAhની છે. જે 30W વાયર અને વાયરલેસ બને પ્રકારના ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કલરઃ

Mi 10 સ્માર્ટફોનને સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યારે Mi 10 Proને પર્લ વ્હાઇટ અને સ્ટેરી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

કિંમતઃ

Xiaomi Mi 10

Xiaomi Mi 10નાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 3,999 ચીની યુઆન (આશરે 40,800 રૂપિયા) છે. 8 GB રેમ અને 256 GB વેરિયંટની કિંમત 4,299 ચીની યુઆન (આશરે 43,900 રૂપિયા)છે. ટોપ વેરિયંટ 12 GB રેમ + 256 GB સ્ટોરેજની કિંમત 4,699 ચીની યુઆન (આશરે 48,000 રૂપિયા) છે.

Xiaomi Mi 10 Pro

Xiaomi Mi 10 Proના 8 GB રેમ અને 256 GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 4999 ચીની યુઆન (આશરે 51,000 રૂપિયા) અને 12 GB રેમ+256 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 5499 ચીની યુઆન (આશરે 56,000 રૂપિયા) છે. તો ટોપ વેરિયંટ 12 GB રેમ + 512 GB સ્ટોરેજની કિંમત 5999 ચીની યુઆન (આશરે 61,000 રૂપિયા) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp