Xiaomiનું Mi Beard ટ્રિમર લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયત

PC: appmifile.com

Xiaomiએ ભારતમાં એક નવી પ્રોડક્ટ Mi Beard ટ્રિમરને લોન્ચ કર્યું છે. કંપની છેલ્લાં થોડાં દિવસોથી તેને ટીઝ કરી રહી હતી. કંપનીએ તેની કિંમત ભારતમાં 1199 રૂપિયા રાખી છે. ગ્રાહક તેને માટે Xiaomiની આધિકારીક વેબસાઈટ પરથી પ્રી-બુકિંગ કરાવી શકે છે. સાથે જ તેને Mi હોમ્સ અને Amazon ઈન્ડિયાની વેબસાઈટ પરથી 27 જુનથી ખરીદી શકાશે.

આ ટ્રિમરની ખૂબીઓની વાત કરીએ તો તેમાં 40-લેન્થ સેટિંગ્સ, અલ્ટ્રા પ્રીસાઈજ સેલ્ફ શાર્પનિંગ સ્ટીલ બ્લેડ્સ, 90 મિનિટની બેટરી લાઈફ, IPX7 રેટિંગ અને ક્વોડ-ઈઝ ડિઝાઈન આપી છે. તેમાં 2 કોમ્બ આપવામાં આવ્યા છે, જેને 0.5mm અને 20mmની વચ્ચે એડજસ્ટ કરી શકાય છે. બેટરીની વાત કરીએ તો કંપનીએ જાણકારી આપી છે કે, તેને સંપૂર્ણ ચાર્જ કરવામાં 2 કાલકનો સમય લાગશે અને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 90 મિનિટ સુધી ચાલશે.

આ Mi Beard ટ્રિમરમાં IPX7 રેટિંગ આપવામાં આવ્યું છે. એવામાં તેને સાફ કરવા માટે પાણીથી ધોઈ શકાશે. ટ્રાવેલિંગ માટે પણ આ ટ્રિમરમાં એક ખાસ ફીચર આપવામાં આવ્યું છે. તેમાં એક ખાસ સેફ્ટી લોક ફંક્શન પણ છે, જે તેને ટ્રાવેલ દરમિયાન ભૂલથી ઓન થવાથી બચાવશે. સાથે જ તેમાં એક પાઉચ પણ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp