Xiaomiનું 65 ઈંચ Mi TV આજે ભારતમાં થશે લોન્ચ, જાણો કિંમત અને ખાસ ફિચર્સ

PC: dnaindia.com

શાઓમી ઇન્ડિયા આજે બજારમાં પોતાનું એક નવું ટીવી લોન્ચ કરવા જઈ રહી છે. આજે આયોજિત થઈ રહેલી એક ઈવેન્ટમાં એમઆઈ એક ખાસ ટીવી લોન્ચ કરવાની છે. ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલા મોટા સ્ક્રીનના ટીવી કરતાં આ ટીવી વધુ વિશેષ હશે. ગયા વર્ષે કંપનીએ 55 ઇંચના ટીવી બજારમાં લોન્ચ કર્યા હતા. આ વખતે કંપની ફરી એકવાર મોટી સ્ક્રીનવાળું ટીવી લાવવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલાં કંપનીએ ટીઝર પણ લોન્ચ કર્યું હતું. તેનું ટીઝર પોસ્ટર ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ટીવી ફ્લિપકાર્ટ અને કંપનીની વેબસાઇટ એમઆઈ હોમ પર પણ મળશે. ટીઝર પોસ્ટરમાં કંપનીએ લખ્યું છે કે, આ વખતનું ટીવી મોટું હશે. ત્યારથી એવી અટકળો છે કે, કંપની બજારમાં 65 ઇંચનું ટીવી રજૂ કરી શકે છે. આ ટીવી પહેલેથી જ ચીનમાં લોન્ચ કરવામાં આવી ચૂક્યું છે. આથી ભારતમાં તેના આગમનની પણ જાણ થઈ છે. આ ટીવીને લોન્ચ કરવાની ઇવેન્ટ ગુરુવારે સવારે 11 કલાકે શરૂ થશે. આ 65 ઇંચનું નવું એલઇડી ટીવી હશે. જેમાં એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે.

ટીવીમાં એમઆઈ ટીવી પેચવોલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેનું રિમોટ પણ કેટલાંક નવા ફીચર્સ સાથે લાવવામાં આવી રહ્યું છે. તેમાં ક્રોમકાસ્ટ બિલ્ટ ઈન સપોર્ટ આપવામાં આવ્યું છે. તેથી હવે ગ્રાહકોએ ક્રોમકાસ્ટ અલગથી ખરીદવું નહીં પડે. તેમજ આ ટીવીમાં પ્લેસ્ટોર પણ આપવામાં આવ્યું છે. જેનાથી સરળતાથી એપ્લિકેશન પણ ડાઉન્લોડ કરી શકાશે. રિમોટમાં પણ ગૂગલ આસિસ્ટન્ટ માટે એક કી છે. જો કે, આ નવા ટીવીની સ્ક્રિન સિવાય ડિઝાઇન વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ ટીવીમાં 2જીબી રેમ છે અને તેની ઈન્ટરનલ મેમરી 16જીબી છે.

ચીનમાં તેની કિંમત 5,999 યુઆન (લગભગ 65,000 રૂપિયા) છે. ભારતમાં તેની કિંમત શું હશે? તે ટૂંક સમયમાં ખબર પડી જશે,  પરંતુ કંપની ભાવના સંદર્ભમાં આક્રમક છે અને તેથી તે આ ટીવી 60,000 રૂપિયામાં લોન્ચ કરે તેવી ધારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp