આવી રહ્યો છે Xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન Redmi Go, જાણો તેની લોન્ચ ડેટ

PC: gadgets360cdn.com

Xiaomi Redmi Note 7 અને Redmi Note 7 Proને લોન્ચ થયાને હજુ થોડાં જ દિવસો થયા છે. દરમિયાન એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, Xiaomi આવતા અઠવાડિયે ભારતમાં પોતાનો સ્માર્ટફોન Xiaomi Redmi Go લોન્ચ કરી શકે છે. કંપની દ્વારા મોકલવામાં આવેલા એક મીડિયા ઈન્વાઈટમાં કંપની દ્વારા 19 માર્ચે દિલ્હીમાં આયોજિત એક ઈવેન્ટનું ઈન્વિટેશન છે. જેના પરથી એવું માનવામાં આવી રહ્યુ છે કે, Xiaomi Redmi Goને લોન્ચ કરી શકે છે. કારણ કે આ ઈન્વાઈટમાં Xiaomiએ ‘GO’ને હાઈલાઈટ કર્યું છે.

Redmi Go ચીનમાં લોન્ચ થયેલો Xiaomiનો પહેલો Android Go સ્માર્ટફોન છે. Redmi Goને એન્ડ્રોઈડ ઓરિયોનું લાઈટ વર્ઝન માનવામાં આવી રહ્યુ છે. ચીનમાં ઉપલબ્ધ Redmi Goમાં 1GB રેમ અને 8GB ઈન્ટરનલ સ્ટોરેજની સાથે સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફી માટે તેમાં 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કંપની Redmi Goને ભારતમાં 3499 રૂપિયામાં લોન્ચ કરી શકે છે.

ફોનના લોન્ચ અંગે હજુ વધુ જાણકારી બહાર નથી આવી. જોકે, એક વાત તો નક્કી છે કે, જો Xiaomiનો આ ફોન ભારતમાં લોન્ચ થશે તો તેને અલ્ટ્રા બજેટ સેગમેન્ટમાં આવનારો એક સારો સ્માર્ટફોન કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp