Redmi Note 7, Note 7 Pro અને Redmi Go ભારતમાં થશે લોન્ચ, જાણો શું હશે કિંમત

PC: twitter.com

ચીનની કંપની Xiaomi ટૂંક સમયમાં જ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ દરમિયાન Redmi Note 7, Redmi Note 7 Pro અને Redmi Goને માર્કેટમાં ઉતારવામાં આવશે. જોકે, એક નવા રિપોર્ટ અનુસાર, Redmi Note 7ને ભારતમાં થોડા સમય બાદ લોન્ચ કરવામાં આવશે. હાલ તેની લોન્ચિંગ ડેટને આગળ વધારવામાં આવી છે. જણાવી દઈએ કે આ ફોન Samsungની Galaxy M સીરિઝને ટક્કર આપશે.

Xiaomi Redmi Note 7 સ્માર્ટફોન માત્ર ચીનના માર્કેટમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે, પરંતુ Redmi Note 7 Pro ભારતમાં રજૂ કરવામાં આવશે. Redmi Note 7 ઉપરાંત Redmi Note 7 Pro અને Redmi Goને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, Redmi Goને ફિલીપાઈન્સમાં 5000 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ભારતીય બજારમાં તની કિંમતની વાત કરીએ તો Redmi Goની કિંમત 5000 રૂપિયાથી 6000 રૂપિયા સુધી હોઈ શકે છે. જ્યારે Redmi Note 7ની શરૂઆતની કિંમત 9999 રૂપિયા હોવાની આશા છે. Redmi Note 7 Proને 13999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે.

Redmi Goમાં 5 ઈંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન ક્વાડ-કોર પ્રોસેસરથી લેસ હશે. મળતી માહિતી અનુસાર, આ ફોનમાં સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત, આ ફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવશે. કેમેરા સેગમેન્ટની વાત કરીએ તો ફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવશે. સાથે જ સેલ્ફી માટે 5 મેગાપિક્સાલનો ફ્રન્ટ કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર કામ કરશે. આ ફોન એન્ડ્રોઈડ ગો અંતર્ગત રજૂ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ ફોન કંપનીનો પહેલો એન્ડ્રોઈડ ગો ફોન હશે.

Redmi Note 7 Pro જોવામાં Redmi Note 7 જેવો જ હશે. પરંતુ તે વેરિયન્ટ ગ્રેડિયન્ટ ફિનિશ સાથે આવશે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ પણ આપવામાં આવશે. સાથે જ તેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો પણ વધુ હશે. તેમાં 6.3 ઈંચની ફુલ HD+ LTPS ડિસ્પ્લે હશે. જેનું રિઝોલ્યુશન 1080*2340 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 19:5:9 હશે. મળતી માહિતી અનુસાર, Redmi Note 7 Proમાં સ્નેપડ્રેગન 675 આપવામાં આવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp