Yamaha MT15 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

PC: gaadiwaadi.com

Yamahaએ આજે ભારતમાં પોતાની નવી બાઈક MT-15 લોન્ચ કરી છે. કંપનીએ આ બાઈક માટે બુકિંગ્સ પહેલાથી જ શરૂ કરી દીધુ હતુ. બાઈક માટે બુકિંગ અમાઉન્ટ 5000 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે. આ નવા મોડલની કિંમત 1.36 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે R15 વર્ઝન 3.0થી ઓછી છે. આ બાઈક R15નું સ્ટ્રીટફાયર વર્ઝન છે. ભારતમાં આ બાઈકની કોમ્પિટીશન Bajaj Pulsar NS200 ABS (1.12 લાખ), KTM 125 Duke (1.18 લાખ) અને TVS Apache 4V ABS (1.07 લાખ) સાથે થશે.

Yamaha MT15 17” 10 સ્પોક એલોય વ્હીલ્સ પર ચાલે છે. બાઈકની લંબાઈ 2020mm અને પહોળાઈ 800mm છે. તેની હાઈટની વાત કરીએ તો આ બાઈકની હાઈટ 1070mm છે. બાઈકનું વ્હીલબેઝ 1335mm છે. બાઈકનું ગ્રોસ વેઈટ 138kg છે, જ્યારે Yamaha MT15નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160mm છે.

બાઈકની ડિઝાઈન થીમ MT-09ને મળતી આવે છે. MT-09ની જેમ આ બાઈકના ફ્રન્ટમાં LED DRLsની સાથે ટ્વિન પ્રોજેક્ટર્સ આપવામાં આવ્યા છે, જે બાઈકને અગ્રેસિવ લુક આપે છે. આ બાઈકના પાછળના ભાગમાં LED લેમ્પ્સ આપવામાં આવ્યા છે. બાઈકમાં આપવામાં આવેલા ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ફુલ્લી ડિજીટલ છે, જે ગિયર શિફ્ટ ઈન્ટિકેટર, ફ્યૂઅલ ગોગ, ટ્રિપ મીટર, ઓડોમીટર, ટેકોમીટર અને સ્પીડોમીટર જેવી ઈન્ફોર્મેશન્સથી લોડેડ છે.

MT-15માં R15 વર્ઝન 3.0ની જેમ જ 155cc SOHC લિક્વિડ કૂલ્ડ, 4 વૉલ્વ, ફ્યૂઅલ ઈંજેક્ટેડ વેરિયેબલ વૉલ્વ એક્યુએશન (VVA)ની સાથે આપવામાં આવ્યુ છે. આ એન્જિન 19.2 PS પાવર અને 15Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનની સાથે 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે. બાઈકના ફ્રન્ટમાં 282mm ડિસ્ક અને રિયરમાં 200mm ડિસ્ક સિંગલ ABS બ્રેકિંગ સિસ્ટમની સાથે આપવામાં આવી છે. આ બાઈકના ફ્રન્ટમાં ઈન્ડિયન વર્ઝનમાં અપસાઈડ ડાઉન ફોર્કને બદલે ટેલિસ્કોપિક ફોર્ક્સ આપવામાં આવ્યા છે, જ્યારે રિયરમાં મોનો-શૉક ફોર્ક આપવામાં આવ્યા છે. Yamahaની આ નવી બાઈકની શરૂઆતી એક્સ શોરૂમ પ્રાઈઝ 1.36 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે ભારતમાં 155cc સેગમેન્ટની સૌથી મોંઘી નેકેડ સ્ટ્રીટ બાઈક હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp