ફક્ત 11 હજારથી નવી Alto બૂક કરાવી શકો છો, જાણો નવી કારના ફીચર્સ

PC: indiacarnews.com

મારૂતી સુઝુકીની નવી Alto K10ની પ્રી. બુકિંગ શરૂ થઇ ગઇ છે. તેને ખરીદવા માટે ઉચ્છુક લોકો કારની બુકિંગ શોરૂમમાં જઇને કે પછી ઓનલાઇન માધ્યમથી કરાવી શકે છે. Alto મારૂતી સુઝુકી ઇન્ડિયાની સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે.

મારૂતીની નવી Alto K10નું બુકિંગ 11 હજાર રૂપિયામાં કરી શકાય છે. કંપની આવતી 18મી ઓગસ્ટના રોજ કારને લોન્ચ કરી શકે છે. Alto 800 અને K10 એમ બે મોડલમાં લોન્ચ થશે અને તેના સ્પાઇ શોટ પણ સામે આવી ચૂક્યા છે. કંપનીના સીનિયર એક્ઝીક્યુટિવ ઓફિસર, શશાંક શ્રીવાસ્તવે Altoની સફળતાની સફર બતાવતા કહ્યું કે, 4.32 મિલિયન ગ્રાહકોની સાથે Alto દેશની સૌથી પ્રભાવશાળી બ્રાન્ડ છે.

મારૂતીની નવી Altoનું K10 મોડલ કેટલાક નવા ફેરફાર સાથે આવશે. તેના એક્સટીરિયરની વાત કરીએ તો આ મારૂતીની સેલેરીઓ જેવી જ લાગે છે. કેટલાક દિવસો પહેલા, કારની એડવર્ટાઇઝમેન્ટના શૂટિંગ દરમિયાન Altoની તસવીરો સામે આવી છે. પણ એને જોઇને કહી શકાય છે કે, નવી Alto 2021ના અંતમાં લોન્ચ કરવામાં આવેલી સેકન્ડ જનરેશન સેલેરિયોથી મળતી આવે છે.

ટેલ લેમ્પ અને રિયર વિંડસ્ક્રીન અને સી-પિલર એ વાતનો સંકેત આપી રહ્યા છે કે, નવી Alto K10માં સેલેરિયોના કેટલાક ફીચર્સ જોવા મળી શકે છે. આ તસવીરો આવ્યા બાદ એ સંભાવના પણ વ્યક્ત કરાઇ રહી છે કે, નવી મારૂતી Alto હાલની પેઢીની Altoની સરખામણીમાં થોડી મોટી હશે. નવી Alto વિશે કહવાઇ રહ્યું છે કે, તેનું બૂટ સ્પેસ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ પણ વધારે રહેવાની આશા છે. એપ્રિલ 2020માં BS6 એમિશન નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ, Alto K10 બંધ કરવામાં આવી હતી.

મારૂતી સુઝુકી ઇન્ડિયાની Altoના થર્ડ જનરેશન મોડલની ટેસ્ટિંગ પણ કરવામાં આવી છે. કારની લીક થયેલી તસવીરોમાં ટેસ્ટિંગ દરમિયાન તેની ઝલક જોવા મળી હતી. તેનાથી ચોખવટ થાય છે કે, નવી Altoમાં એન્જિનને લઇને તેની ડિઝાઇન સુધીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. નવી Alto મોડ્યુલર હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. આ પ્લેટફોર્મ પર તેની સાથે બજારમાં સેલેરિયો અને વેગનઆર પણ હાજર છે.

લુક્સના મુદ્દે નવી Alto ઘણાં અંશે જુના મોડલ જેવી જ હશે. પણ લીક થયેલી તસવીરોને જોતા તેમાં બમ્પરને નવી ડિઝાઇન આપવામાં આવી છે. આ ફેરફાર કારના લુક્સને અલગ પાડે છે. નવા કેબિનની સાથે જ તેમાં અપડેટેડ હેડલેમ્પ્સ અને રિયરમાં નવી સ્ક્વેર ટેલ લેમ્પ આપવામાં આવી છે. તે સિવાય Altoમાં ફ્લેપ ટાઇપ દરવાજાના હેન્ડલ છે અને પાવર ઓપરેટેડ બ્લેક ORVMની સાથે જ મોટી રેડિયેટર ગ્રિલ પણ જોવા મળશે.

હવે વાત કરીએ આગામી ખાસિયતની તો નવી Altoમાં બે એન્જિન ઓપ્શન મળી શકે છે. તેને નવા 1 લિટર ડ્યુઅલ જેટ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે એવી આશા વ્યક્ત કરાઇ રહી છે. જે 67 હોર્સ પાવર અને 89 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે સિવાય Alto પહેલાથી હાજર 796 સીસીના પેટ્રોલ યુનિટ સાથે આવી શકે છે, જે 47 હોર્સપાવર અને 69 ન્ટૂયન મીટરનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. ઇંટીરિયરની વાત કરીએ તો મોટી ટચસ્ક્રીન સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, આઇડલ સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ શામેલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp