iPhoneના આ ફોન પર મળી રહી છે 12000 રૂપિયાની છૂટ

PC: theverge.com

ભારતમાં મેપલ સ્ટોર પર iPhone 12 સીરિઝ, iPhone 11 સીરિઝ અને બીજા iPhone મોડેલ્સ પર 16,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ગ્રાહક 8000 રૂપિયા સુધી મેપલ એક્સક્લુસીવ ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 9000 રૂપિયા સુધી hdfc કેશબેક ઓફરનો લાભ લઈ શકે છે. ગ્રાહકોને દર iPhone પર અલગ અલગ છૂટ મળશે. સાથે જ ગ્રાહકો એક્સચેન્જ ઓફર્સ, એડિશનલ એક્સચેન્જ બોનસ અને નો-કોસ્ટ EMIનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

iPhone 12 Pro Max ની વાત કરીએ તો મેપલ સ્ટોર તેનું 128GB વેરિયન્ટ 8000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 1,12,900 રૂપિયામાં ઉપલબ્ધ છે.સાથે જ HDFC બેંક કાર્ડ સાથે તમને 5000 રૂપિયાનું કેશબેક પણ મળી શકે છે. તેવામાં ગ્રાહક ટોટલ 13,000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શકે છે. iPhone 12 Pro 3500 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને HDFC કાર્ડ સાથે 5000 રૂપિયાનું કેશબેક ઉપલબ્ધ છે. iPhone 12 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 6000 રૂપિયાના કેશબેક પછી 76,900 રૂપિયામાં હાજર છે.

iPhone 12 Miniની વાત કરીએ તો આ પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ HDFC ક્રેડિટ કાર્ડ પર 9000 રૂપિયાનું કેશબેક અને ડેબિટ કાર્ડ પર 4500 રૂપિયાનું કેશબેક પણ મળશે. iPhone 12 Mini પર એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. તેવામાં ગ્રાહક HDFC બેંક કાર્ડ્સના 9000 રૂપિયાનું કેશબેક અને 3000 રૂપિયાના એડિશનલ એક્સચેન્જ બોનસ સાથે તેને 48,900 રૂપિયામાં ખરીદી શકશો.

આ રીતે મેપલ સ્ટોર પર iPhone 11 Pro Max પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને HDFCની સાથે 2000 રૂપિયાનું એડિશનલ કેશેબક આપવામાં આવી રહ્યું છે. જ્યારે iPhone 11 પ્રો પર HDFC બેંક કાર્ડ્સ સાથે માત્ર 2000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. જ્યારે iPhone 11 પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયાનું HDFC કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ રીતના મેપલ સ્ટોરથી iPhone XRને બધી ઓફર્સ સાથે 38,900 રૂપિયાની કિંમતે અને iPhone SE(2020)ને 30,900 રૂપિયામાં ખરીદી શકો છો.

તમને જણાવી દઈએ કે ઉપર બતાવેલી બધી કિંમતો બેઝ વેરિયન્ટ માટેની છે. સાથે જ ધ્યાન રહે HDFC કેશબેક એક લીમિટેડ પીરિયડ ઓફર છે અને એક્સચેન્જ ઓફર્સ 26 જાન્યુઆરી સુધી જ માન્ય છે. બધી ઓફર્સ સમજવા માટે મેપલ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોરની મુલાકાત લઈ શકો છો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp