દર વર્ષે આપણે 52000 માઈક્રોપ્લાસ્ટિક ગળી જઈએ છીએ

PC: youtube.com

પ્લાસ્ટિક વેસ્ટ કઈ રીતે આપણા સ્વાસ્થ્યને સીધીરીતે નુકસાન પહોંચાડી રહ્યું છે તેનું એક આંકલન સામે આવ્યું છે. બુદવારે સામે આવેલા એક નવા વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે ભોજન અને શ્વાસ દ્વારા હજારો માઈક્રોબ્લાસ્ટિક કણ માનવ શરીરની અંદર પ્રવેશ કરી જાય છે. આ રિપોર્ટની સાથે જ એ સવાલ ઉત્પન્ન થાય છે કે, પ્લાસ્ટિક વેસ્ટ આપણા માટે કેટલું નુકાસનકારક છે.

માઈક્રોપ્લાસ્ટિક, પ્લાસ્ટિકના બારીક કણ હોય છે, જે માનવ નિર્મિત ઉત્પાદનો જેવા કે સિન્થેટિક કપડાં, ટાયર અને કોન્ટેક્ટ લેન્સ વગેરેમાંથી તૂટીને બને છે. માઈક્રોપ્લાસ્ટિક પૃથ્વી પર દરેક જગ્યાએ મળનારી સામગ્રીઓમાંથી એક છે. તે દુનિયાના સૌથી ઊંચા કેટલાક ગ્લેશિયરો અને સૌથી ઊંડી સમુદ્રી ખાઈઓની સપાટી પર પણ મળી આવે છે. અગાઉના ઘણા અધ્યયનો અનુસાર, લગભગ તમામ પ્રમુખ બોટલબંધ પાણી બ્રાન્ડોના નમૂનામાં પણ માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યું હતું.

એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી નામના જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીના પરિણામો જણાવે છે કે, દર વર્ષે એક વયસ્ક પુરુષના શરીર 52 હજાર માઈક્રોપ્લાસ્ટિક કણો ગળી જાય છે. જે પ્રદૂષિત વાતાવરણમાં આપણે શ્વાસ લઈએ છીએ, જો તેને પણ તેમાં સામેલ કરવામાં આવે તો તે આંકડો વધીને 1 લાખ 21 હજાર કણો સુધી પહોંચી જશે. જો કોઈ વ્યક્તિ માત્ર બોટલવાળું પાણી જ પીએ તો તેના શરીરમાં દર વર્ષે વધારાના 90 હજાર માઈક્રોપ્લાસ્ટિકના કણ પહોંચવા માંડશે.

આ માઈક્રોપ્લાસ્ટિકના કણોની માણસના શરીર અને સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, તે વિશે પણ હજુ કોઈ નિશ્ચિત જાણકારી સામે આવી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે, 130 માઈક્રોમીટર કરતા નાના માઈક્રોપ્લાસ્ટિકના કણ માણસના ટિશૂમાં જઈને ઈમ્યૂનિટીને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, હજુ આ વાતના ચોક્કસ પુરાવા મળ્યા નથી કે, આ સ્ટડીમાં જે માઈક્રોપ્લાસ્ટિકના કણોની વાત કરવામાં આવી રહી છે, તે માણસના સ્વાસ્થ્ય માટે કેટલા ખતરનાક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp