દુનિયાભરમાં વીડિયો ક્વોલિટી ઓછી કરવા જઈ રહ્યું છે YouTube

PC: indiatimes.com

વીડિયો સ્ટ્રીમિંગ દિગ્ગજ YouTubeએ દુનિયાભરમાં ફેલાયેલ મહામારી કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા એક અગત્યનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર, કંપની આજથી પૂરી દુનિયામાં તેના વીડિયોની ક્વોલિટીને ઓછી કરવા જઈ રહી છે. કંપનીને આશા છે કે તેનાથી મહામારીવાળી આ પરિસ્થિતિમાં ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ટર પર લોડ ઓછો કરવામાં મદદ મળશે.

આ ફેરફાર હેઠળ ડિફોલ્ટ વીડિયો ક્વોલિટીને સ્ટેન્ડર્ડ ડેફિનેશન કે 480p માં સ્વિચ કરવામાં આવશે. કંપનીએ એવું પણ કહ્યું છે કે ફેરફાર થયો હોવા છતાં યૂઝર્સ જો હાઈ ડેફિનેશનમાં સ્વિચ કરવા માગે તો કરી શકશે.

બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, કંપનીએ થોડા સમય પહેલા જ આ ફેરફારની જાહેરાત યૂરોપમાં કરી લીધી હતી. જોકે, હવે આ પોલીસિનો વિસ્તાર પૂરી દુનિયામાં કરવામાં આવી રહ્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, YouTube જ એકમાત્ર એવી કંપની છે, જેણે તેની ક્વોલિટીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા Netflix અને Amazon પ્રાઈમે પણ ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ટર પર વધતા લોડને ઓછો કરવા માટે તેમના વીડિયોની કવોલિટીને ઓછી કરી દીધી છે. આ દબાણ એટલા માટે વધી રહ્યું છે કારણ કે લોકો તેમના ઘરોમાં છે અને તેના ડેટા કંઝપ્શનની સ્પિડ વધી ગઈ છે.

જણાવી દઈએ કે, યૂરોપિયન યૂનિયનના આગ્રહ પછી યૂટ્યૂબે પણ નેટફ્લિક્સના રસ્તે ચાલીને હાઈ ડેફિનેશન અને ફુલ એચડીના સ્થાને સ્ટેન્ડર્ડ ડેફિનેશન ક્વોલિટીમાં વીડિયો દેખાડવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના કારણે દુનિયાના મોટાભાગના લોકો ઘરોમાં કેદ છે. માટે તેઓ ઘરમાં બેઠા ઓનલાઈન વીડિયો જોઈ રહ્યા છે અથવા તો ગેઈમ રમી રહ્યા છે. માટે તેને કારણે ઈન્ટરનેટ આઉટેજની સમસ્યા વધી છે. તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp