દિલ્હીમાં પ્રદૂષણ રેડ ઝોનમાં પહોંચ્યું, બદરપુર થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરાયો

PC: livemint.com

દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ લાદવા માટે ફટાકડા ઉપર પ્રતિબંધ બાદ ડીઝલથી ચાલતા જનરેટર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એ બાદ બદરપુર થર્મલ પાવર પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો હતો.

દિલ્હીમાં શિયાળા દરમ્યાન પ્રદૂષણ માઝા મુકતું હોય છે. પ્રદૂષણ એટલું બધું વધી જાય કે શ્વાસ લેવાની પણ તકલિફ પડી જાય. એ પ્રદૂષણ દીવાળી દરમ્યાન ફટાકડા ફોડવાને કારણે વધુ મુશ્કેલી પેદા કરતું હતું. કેજરીવાલ સરકારે એકીબેકીની વાહન વ્યવસ્થા પણ અજમાવી જોઇ હતી. પરંતુ તે પણ ખાસ અસરકારક રહી નથી. વિશેષમાં બાંધકામ ઉદ્યોગને કારણે પણ વાતાવરણમાં રજકણોનું પ્રમાણ અનહદ રહેતું હતું. સરવાળે દિલ્હીમાં શ્વસનતંત્રના રોગો વધતા રહ્યા છે. આ મામલો સરકાર સુલઝાવી શકી નથી અને તેને પગલે ફરીથી અદાલતે હસ્તક્ષેપ કર્યો હતો.

સુપ્રિમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે દિલ્હીની આસપાસના વિસ્તારમાં અનેક પવૃત્તિ એવી ચાલતી રહે છે કે દિલ્હીમાં પ્રદૂષણનો અનુભવ થતો રહે છે. શિયાળામાં ધૂમ્મસ અને ઠંડીને કારણે હવા વાતાવરણમાં ઊંચે સુધી પહોંચી શકતી નથી અને તેને કારણે ધૂમાડો વાતાવરણમાં ભળી જવાને બદલે જમીનની સપાટીથી ખાસ ઊંચે જતી નથી. એ કારણથી જ ફોગની સાથે સાથે સ્મોગ ભારે ત્રાસ આપતું રહે છે.

આ વખતે પણ સ્થિતિ વણસે નહીં તે માટે ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકાયો છે, તેની સામે કેટલાય લોકોએ ભારે શોરબકોર કરી મૂક્યો હતો. દીવાળીની ઉજવણી એ કાંઇ ફટાકડા ફોડવાની પરંપરા નથી. ખાસ તો દીવાળી રંગોળી અને દીવાઓનો તહેવાર છે. પાછળથી જ તેમાં ફટાકડા સામેલ થયા છે, ત્યારે તેને પરંપરા સાથે જોડી દેવાને બદલે પ્રદૂષણનો સાચા અર્થમાં અભ્યાસ કરીને દિલ્હીને તંદુરસ્ત કરવા માટે યોગ્ય પગલાં ભરવા માટે ગાઇડલાઇન તૈયાર થવી જોઇએ અને તેનો અમલ કડકાઇથી થવો ઘટે, એમાં ધર્મ કે પરંપરા કશું જ અવરોધક થવું ન જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp