એક બદલાવને કારણે Facebookને થયું 2300 કરોડ ડોલરનું નુકસાન

PC: facebook.com/zuck

સોશિયલ નેટવર્કિંગ સાઇટ Facebookને પોતાના એક બદલાવને કારણે 2300 કરોડ ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. Facebookએ 12 જાન્યુઆરીના રોજ પોતાની ન્યૂઝ ફીડમાં બદલાવ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ Facebookના શેરમાં 4%નો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, Facebookના CEO માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી હતી કે, તેમની કંપનીએ ન્યૂઝ ફીડમાં મોટો બદલાવ કર્યો છે, જે અંતર્ગત સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર યુઝરને પોતાના ફ્રેન્ડ્સ અને સંબંધીઓના અપડેટ્સ વધુ જોવા મળશે.

One of our big focus areas for 2018 is making sure the time we all spend on Facebook is time well spent. We built...

Posted by Mark Zuckerberg on Thursday, January 11, 2018

Facebookએ જાહેરાત કરી હતી કે, આ બદલાવ બાદ બિઝનેસ, બ્રાન્ડ અને મીડિયાના અપડેટ્સ ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળશે. આ જાહેરાતની સાથે જ ઝકરબર્ગની પર્સનલ સંપત્તિમાં પણ 3.3 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. ઝકરબર્ગે જાહેરાત કરી હતી કે, આ વર્ષે લોકોને ફેસબૂક પર વધુ ટાઇમ સ્પેન્ડ કરવાની તક મળશે. પરંતુ હવે આટલા મોટા નુકસાન બાદ શું ઝકરબર્ગ પોતાની આ જાહેરાતને પાછી લેય છે કે નહીં તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp